નવી દિલ્હી, તા.11: બીસીસીઆઇ દ્વારા આજે શ્રીલંકા પ્રવાસની અન્ડર-19 ભારતીય ટીમ જાહેર થઇ છે. શ્રીલંકા સામે ભારતીય જૂનિયર ટીમ 3 વન ડે અને 2 ચાર દિવસીય મેચ રમશે. બીસીસીઆઇ દ્વારા આ માટે બે ટીમ જાહેર કરાઇ છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત 4 જુલાઇથી વન ડે મેચથી થશે. વન ડે ટીમમાં સૌરાષ્ટ્રનો પ્રતિભાશાળી ખેલાડી મોહિત ઉલવા પસંદ થયો છે. મોહિત રાજકોટનો છે અને મીડીયમ પેસ બોલર છે. આ ઉપરાંત ભારતના પૂર્વ દિગ્ગજ બેટધર રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડની પસંદગી થઇ છે.