પ્રકાશ ચીક અને કોયલ મલ્લિકે છેડો ફાડતાં મમતા પાસે માત્ર 9 સાંસદ; કલ્યાણ બેનર્જીના પણ વિદ્રોહી સૂર
નવી
દિલ્હી, તા. 11 : વિધાનસભા બાદ રાજ્યસભામાં પણ રકાસ સર્જાતાં તૃણમૂલના ટુકડે-ટુકડા
થવાની સ્થિતિએ મમતા બેનર્જીની મુશ્કેલી વધારી દીધી છે. ગુરુવારે ટીએમસીમાંથી રાજ્યસભા
સાંસદ પ્રકાશ ચીક બડાઇક અને અભિનેત્રી - સાંસદ કોયલ મલ્લિકે પોતાના પદ ઉપરથી રાજીનામું
આપી દીધું હતું. આમ ચાર દિવસમાં કુલ ચાર સાંસદે પદ ઉપરથી રાજીનામાં આપ્યાં છે.
માત્ર
ચાર દિવસમાં ચાર સાંસદનાં રાજીનામાં બાદ મમતા પાસે રાજ્યસભામાં 9 બચ્યા છે. એ જ રીતે
લોકસભામાં પણ 20 સાંસદે છેડો ફાડતાં માત્ર આઠ સાંસદ રહ્યા છે.
રાજીનામાં
બાદ પત્રકારો સાથે વાત કરતાં પ્રકાશે જણાવ્યું હતું કે, બંગાળમાં જનતાએ ભાજપના પક્ષમાં
જનાદેશ આપ્યો. મારા પોતાના ક્ષેત્રમાં તૃણમૂલ એક પણ બેઠક જીતી નથી શકી.
આંતરિક
અસંતોષ વધવા વચ્ચે પ્રકાશે પદ છોડતા મમતાને વધુ એક ઝટકો લાગ્યો છે. મમતાનાં નેતૃત્વ
પરથી પક્ષનો વિશ્વાસ તૂટતો દેખાઈ રહ્યો છે.
દરમ્યાન અન્ય તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીએ 5ણ વિદ્રોહી
સૂર સાથે કહ્યું હતું કે, એ મમતા દીદીએ નક્કી કરવાનું છે; મારી સાથે છે કે અભિષેક બેનર્જી
સાથે.
કલ્યાણે
કહ્યું હતું કે, અભિષેકને વરિષ્ઠ નેતાઓનું સન્માન કરતા આવડતું નથી, તેમણે કદી મારા
પર ભરોસો કર્યો નથી.
અભિષેક
ભારે અહંકારી છે, તેનાં કારણે જ પક્ષ બરબાદ થયો છે, તેવું કહેતાં કલ્યાણે બોગસ હસ્તાક્ષર
કેસ લડવાની ના પાડી દીધી હતી.