પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ સામે ફરિયાદ
મોરબી,તા.21 ળ: મોરબીમાં પરિણીતાને
સંતાનમાં ત્રણ પુત્રી હોય અને પુત્ર ન હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે સાસરીયાઓ ત્રાસ આપતા
હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ
સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબીના
બાપા સીતારામ ચોક નજીક શ્રી રામ સોસાયટીમાં રહેતી પુનમબેન બ્રિજેશભારથી ગોસ્વામી (ઉ.વ.43)
નામની પરિણીતાએ આરોપી પતિ બ્રિજેશભાઈ કિશોરભારથી ગોસ્વામી, સાસુ હંસાબેન કિશોરભારથી
ગોસ્વામી, સસરા કિશોરભારથી લાલભારથી ગોસ્વામી, જેઠ ધર્મેશભારથી કિશોરભારથી ગોસ્વામી
(રહે શ્રી રામ સોસાયટી મોરબી) અને નણંદ નિરાલીબેન રીતેશપરી ગોસ્વામી (રહે આદિપુર કચ્છ)
વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પુનમબેનને લગ્નજીવન દરમીયાન પતિ,
સાસુ-સસરા તેમજ નણંદ અને જેઠ દ્વારા અવારનવાર નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન
કરતા હતા પુનમબેનને સંતાનમાં ત્રણ દીકરી છે અને દીકરો ના હોવાથી આ બાબતે મ્હેણાં ટોણા
મારી હેરાન પરેશાન કરતા હતા તેમજ એકબીજાને ચડામણી કરી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ
આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.