મારિજાન કેપની 2 વિકેટ અને અણનમ 81 રન
1પ9
રનનો વિજય લક્ષ્યાંક આફ્રિકાએ પ દડા બાકી રાખી 4 વિકેટે પાર પાડયો
માંચેસ્ટર
તા.21: છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમની દ. આફ્રિકા
સામે 6 વિકેટે હાર થઇ હતી. આથી ભારતની સેમિ ફાઇનલની રાહ કઠિન બની છે. આફ્રિકા તરફથી
મારિજાન કેપે ઓલરાઉન્ડ દેખાવ કર્યોં હતો. તેણીએ 2 વિકેટ લીધી હતી અને બાદમાં 4પ દડામાં
7 ચોક્કા-4 છક્કાથી અણનમ 81 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. કેપ અને તેજમનિ બિટસ (40)
વચ્ચે ત્રીજી વિકેટમાં 97 રનની ભાગીદારી થઇ હતી. 1પ9 રનનો વિજય લક્ષ્યાંક આફ્રિકી મહિલા
ટીમે પ દડા બાકી રહેતા 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ગ્રુપ વનમાં ભારત અને આફ્રિકા
4-4 અંક સાથે બરાબરી પર છે. સારા નેટ રન રેટને લીધે ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પછી
બીજા સ્થાને છે.
અગાઉ
ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ભારતીય મહિલા ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 1પ8 રન થયા હતા. ભારતની
કોઇ બેટર મોટી ઈનિંગ રમી શકી ન હતી. શેફાલીએ પાવર પ્લેનો ફાયદો ઉઠાવીને 1પ દડામાં
4 ચોક્કા-1 છક્કાથી 31 રનની ઝડપી ઈનિંગ રમી હતી. ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 29 અને કપ્તાન
હરમનપ્રિત કૌરે તેના રેકોર્ડબ્રેક 200મા ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 24 રન કર્યાં હતા.
સ્મૃતિ 17, જેમિમા 12, યાસ્તિકા 1પ અને રીચા 1પ રને આઉટ થયા હતા. આફ્રિકા મહિલા ટીમ
તરફથી મારિજાન કેપ અને શબનીમ ઇસ્લામે 2-2 વિકેટ લીધી હતી.