અમેરીકામાં ભારતના રાજદૂત ક્વાત્રાનું નિવેદન
નવી દિલ્હી, તા. 2 : અમેરિકામાં
ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ સિંધૂ જળ સમજૂતી અંગે મહત્વની ટિપ્પણી કરી હતી.
ક્વાત્રાએ કહ્યું હતું કે, જળ સંધિ સદ્ભાવના અને મિત્રતાની ભાવનાથી કરવામાં આવી હતી
પણ પાકિસ્તાને અડધી સદી સુધી પોતાના આચરણથી આ ભાવનાને નષ્ટ કરી છે. ક્વાત્રા અનુસાર સિંધુ જળ સંધિ પહેલા જ રદ કરી દેવાની જરૂર
હતી.
એક પત્રિકામાં પ્રકાશિત લેખમાં ક્વાત્રાએ કહ્યું હતું કે, સંધિની પ્રસ્તાવનામાં
કહેવામાં આવ્યું છે કે તેને સદભાવના અને મિત્રતાથી કરવામાં આવી છે. પાકિસ્તાની આ બન્ને
ભાવનાને પોતાના આચરણથી નષ્ટ કરવાનું કામ કર્યું છે. સંધિ સ્થગિત કરવી માત્ર સ્થિતિનો
સ્વીકાર કરવાની પ્રક્રિયા છે, જે સ્થિતિ પાકિસ્તાને ઉભી કરી છે. સંધિની અસમાન વ્યવસ્થાએ
ભારતના ક્ષેત્રોના વિકાસને દશકો સુધી બાધિત કર્યો છે. તેમ છતા ભારત તરફથી સમજૂતિનું
નિષ્ઠાથી પાલન કરવામાં આવ્યું છે.