• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

નેધરલેન્ડના કેપ્ટનનું રાજીનામું : વર્લ્ડ કપ લીગ વચ્ચે નિર્ણય

નવી દિલ્હી, તા. 1 : વિકેટ કીપર બેટ્સમેન સ્કોટ એડવર્ડસે નેધરલેન્ડ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2માં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને 2027 વનડે વિશ્વકપના ક્વોલીફાયરમાં જગ્યા બનાવવાની નજીક છે. રોયલ ડચ ક્રિકેટ એસોસિએશનએ ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો જાહેર કરીને નિર્ણયની જાણકારી આપી હતી. વીડિયોમાં સ્કોટ એડવર્ડસે પોતાના સાથીઓ સામે ભાવુક અંદાજમાં કહ્યું હતું કે, કેપ્ટનશીપ છોડીને રમત ઉપર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક