• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

હિમસ્ખલનમાં વિશ્વવિખ્યાત પર્વતારોહક નિર્મલ પુર્જાનું મૃત્યુ

શુક્રવારે થયેલી દુર્ઘટનામાં કોઈ પર્વતારોહક બચ્યો નહીં

નવી દિલ્હી, તા.1 નેપાળી મૂળના વિશ્વવિખ્યાત પર્વતારોહક નિર્મલ-િનમ્સદાઈ પુર્જાનું પીઓકેમાં આવેલી વિશ્વનાં 12મા સૌથી ઊંચા શિખર-બ્રોડ પીક પર થયેલા ભીષણ હિમસ્ખલન અવસાન થયું છે. તેમની એડવેન્ચર કંપની એલિટ એક્સપેડે માહિતીની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, આજે અત્યંત દુઃખ અને ભારે હૃદય સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે બ્રોડ પીક પર આવેલા હિમસ્ખલન બાદ નિર્મલિનમ્સદાઈ પુર્જાનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થયું છે. સમાચાર પર્વતારોહણ જગત માટે મોટો આઘાત છે.

શુક્રવારે આવેલા હિમસ્ખલન બાદ નિર્મલ પુર્જા અને તેમની સાથે અભિયાન પર ગયેલા અન્ય પાંચ પર્વતારોહકો ગુમ થયા હતા. સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ અંતે તમામ જીવિત બચ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. બ્રોડ પીક કારાકોરમ પર્વતમાળામાં આવેલી વિશ્વની 12મી સૌથી ઊંચી ચોટી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક