મનપા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રૂ.268 કરોડથી વધુના વિકાસકામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
રાજ્યની તમામ મનપા-પાલિકાઓની સાથે ભવિષ્યમાં રાજકોટના તમામ રસ્તા ડામરને બદલે સિમેન્ટ ક્રોંક્રિટથી બનશે ઃ મુખ્યમંત્રી
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ તા.2 ઃ વિકાસની વાતો કરવી અને એનો અનુભવ કરાવવો એ બન્નેમાં મોટો તફાવત છે. આજે જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ લોકોની અપેક્ષાઓ પણ વધતી જાય છે. વિકાસની રાજનીતિનો સૌથી વધારે લાભ જો કોઈ શહેરને મળ્યો હોય તો તે રાજકોટ છે કારણ કે, જો સૌની યોજના અમલી બની ન હોત તો, આ શહેરમાં પીવાના પાણીને લઈને સ્થિતિ કંઈક અલગ જ હોત તેવું આજરોજ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.
રાજકોટમાં મહાપાલિકા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ રૂ.268 કરોડની વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિર્મિત ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ અને વિકાસની રાજનીતિમાં વિકાસ કેવો હોય ? કેટલા સ્કેલનો હોય ? એ બધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી આપણને અનુભવાવ્યું છે. વિકાસની વાતો કરવી અને એનો અનુભવ કરાવવો એ બન્નેમાં મોટો તફાવત છે. આજે જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ લોકોની અપેક્ષાઓ પણ વધતી જાય છે.
રાજકોટવાસીઓના ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટના નગરજનોને વિકાસની રાજનીતિનો સૌથી વધુ અનુભવ છે. રાજકોટમાં સૌની યોજના અમલી ન બની હોત તો સ્થિતિ કંઈક અલગ જ હોત. ખુદ કોર્પોરેટરોએ મને જણાવ્યું હતું કે, તો તેઓને રાજકોટ શહેર છોડવું પડÎું હતું. રાજકોટની વિકાસગાથામાં એક પીંછુ ઉમેરતા
મુખ્યમંત્રીએ રાજ્યની તમામ મહાપાલિકા અને નગરપાલિકાઓની સાથે ભવિષ્યમાં રાજકોટના તમામ રસ્તા ડામરને બદલે સિમેન્ટ ક્રોંક્રિટથી બનાવવામાં આવશે તેવું પણ જાહેર કર્યુ હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખીને નાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનના ‘િવકાસ ભી ઔર વિરાસત ભી’ના સૂત્રને સાકાર કરીને આજે સ્વચ્છ પાણી, રોડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના મારફત ઘરે-ઘરે ગેસના બાટલા સહિતની અનેક સુવિધાઓ સરકારે આપી છે. તેઓએ ઉમેર્યુ હતું કે, વિકાસ દિવસે દિવસે આગળ વધશે પરંતુ સાથોસાથ એ ત્યારે જ ટકશે જ્યારે આપણે આપણી વિરાસત અને સંસ્કૃતિને ટકાવી શકીશું.તેઓએ પર્યાવરણના જતન ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ડો.પ્રદ્યુમ્ન વાજા, રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર ડો.નેહલ શુક્લ, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો..દર્શિતા સાહ, ભાનુબેન બાબરિયા, ડો.મહેન્દ્ર પાડલિયા, રમેશ ટીલાળા, દુર્લભજી દેથરિયા, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર ડો.ઓમ પ્રકાશ,િજલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.