100 લોકો સાથે રેલી કરવાનું એલાન ઃ ત્રણ માગ રજૂ કરી
નવી દિલ્હી,
તા. 1 ઃ
આમ આદમી
પાર્ટીના રાષ્ટ્રીય
સંયોજક અરવિંદ
કેજરીવાલે ઈ20ના
વિરોધમાં આયોજીત
કાર્યક્રમમાં પીએમ
આવાસ તરફ
રેલીનું એલાન
કર્યું હતું.
તેમણે કહ્યું
હતું કે,
આવતા મંગળવારે
100 લોકો સાથે
પીએમ મોદીના
આવાસ તરફ
જશે. માત્ર
100 એવા લોકો
સાથે રાખવામાં
આવશે જેઓ
લાઠીચાર્જ કે
જેલ જવાથી
ડરતા ન
હોય. આ
સાથે કેજરીવાલે
ત્રણ માગ
પણ કરી
હતી.
કોન્સ્ટિટÎુશન
ક્લબ ઓફ
ઈન્ડિયામાં ઈ20
ઈંધણ ઉપર
આયોજીત એક
બેઠકને સંબોધિત
કરતા કેજરીવાલે
કહ્યું હતું
કે, મંગળવારે
બપોરે હસ્તાક્ષર
અભિયાન હેઠળ
આવેદન એકત્રિત
કરવામાં આવશે
અને લગભગ
100 લોકો સથે
લોક કલ્યાણ
માર્ગે સ્થિત
પીએમ આવાસ
તરફ કૂચ
કરશે. કેજરીવાલે
આ સાથે
માગ કરી
હતી કે
પેટ્રોલ પંપ
ઉપર લોકોને
ઈ20 અને
શુદ્ધ પેટ્રોલનો
વિકલ્પ અપાવો
જોઈએ. આ
ઉપરાંત ઈટી
પેટ્રોલની કિંમત
ઓછી રાખવા
અને પેટ્રોલની
કિંમતમાં કાપ
મુકવાની માગણી
કરી હતી.
કેજરીવાલે કહ્યું
હતું કે
ઈ20 ગાડીઓને
નુકસાન નથી
પહોંચાડતું તેનો
રિપોર્ટ સરકાર
દ્વારા સાર્વજનિક
કરવામાં આવે.