ગઉઙજના કેસની તપાસ અને કાનૂની પ્રક્રિયા માટે સમયમર્યાદા બાંધવાની માગણી કરતી અરજી ઉપર સરકારને નોટિસ
નવીદિલ્હી, તા.10 ઃ ડ્રગ્સ માફિયાઓનાં નેટવર્કને કાબૂમાં લાવવા અને એનડીપીએસ એક્ટ સંબંધિત કેસની તપાસ અને ન્યાયિક પ્રક્રિયાને અસરકારક બનાવવાની માગણી કરતી અરજી ઉપર સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આજે સરકારને નોટિસ જારી કરી હતી. આ અરજીમાં તપાસ અને ખટલાની સમયસીમા નિર્ધારિત કરવાની માગણી કરવામાં આવેલી અને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના પ્રમુખ ન્યાયમૂતિ ઍ(સીજેઆઈ) સૂર્યકાંતે નશાને દેશની એક ગંભીર સમસ્યા ગણાવી હતી.સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું હતું કે, નશાખોરી દેશમાં ફેલાતી એક ગંભીર સમસ્યા છે. તેમણે પંજાબનો દાખલો ટાંકીને કહ્યું હતું કે, ત્યાં શું થઈ રહ્યું છે તે આપણે જોઈ રહ્યા છીએ. હાલત બેહદ ચિંતાજનક છે. તેથી કાયદો વ્યવસ્થાની યંત્રણા ઉપર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે અદાલત સમક્ષ કહ્યું હતું કે, વર્તમાન પત્રોમાં છાસવારે નશાખોર સંતાનો દ્વારા માતા કે પિતા કે પછી બન્નેની હત્યાના સમાચારો આવતા રહે છે