ખેલકૂદને મૌલિક અધિકાર બનાવવા સંબંધિત અરજી ઉપર સર્વોચ્ચ અદાલતે બાળકોની ઘટતી શારીરિક ગતિવિધિ અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી, તા. 20 : ડિજીટલ
યુગમાં બાળપણ ધીરે ધીરે ચાર દીવાલ અને મોબાઇલ ક્રીન સુધી સમેટાઈ રહ્યું છે. બાળકોની
શારીરિક ગતિવિધિઓમાં થઈ રહેલા ભારે ઘટાડા ઉપર હવે દેશની સર્વોચ્ચ અદાલતે પણ ચિંતા વ્યક્ત
કરી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે આજના યુગમાં બાળકો ઇલેક્ટ્રોનિક્સ
ગેજેટ અને સ્માર્ટફોનમાં એટલી હદે વ્યસ્ત છે કે તેઓની મેદાની ખેલકૂદ લગભગ ખતમ થઈ છે.
હકીકતમાં સર્વાંગી વિકાસ માટે શારીરીક ગતિવિધિ જરૂરી છે. આ પૂરી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે
સ્પોર્ટ્સને મૌલિક અધિકાર ઘોષિત કરવાની માગણી કરતી જનહિતની અરજી ઉપર સુનાવણી દરમિયાન
સામે આવી હતી.
અરજલ સ્પોર્ટ અ વે ઓફ લાઇફ સંસ્થાના
અધ્યક્ષ અને ખેલ શોધકર્તા ડો. કનિષ્કા પાંડે દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં મુખ્ય
માગણી કરવામાં આવી છે કે ભારતીય સંવિધાનના ભાગ-3 હેઠળ રમતને પણ શિક્ષાની જેમ બાળકોનો
મૌલિક અધિકાર ઘોષિત કરવામાં આવે. સાથે જ માગણી થઈ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો અભ્યાસ
અને રમતમાં કોઈ ભેદભાવ ન કરે. નર્સરીથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સ્તર સુધી રમતને શાળા
અને કોલેજના અનિવાર્ય પાઠયક્રમમાં સામેલ કરવામાં આવે. દરેક શાળાનાં વાર્ષિક બજેટમાંથી
એક હિસ્સો અનિવાર્ય રીતે ખેલકૂદના પાયાના માળખા અને સામાન માટે ફાળવવામાં આવે.
આ કેસમાં અદાલત દ્વારા નિયુક્ત
કરવામાં આવેલા ન્યાય મિત્ર વરિષ્ઠ અધિવક્તા ગોપાલ શંકર નારાયણને સુપ્રીમ કોર્ટમાં પોતાની
ભલામણ સોંપી હતી. જેના હેઠળ તમામ શિક્ષા બોર્ડમાં ઓછામાં ઓછો 90 મિનિટનો સમય ખેલકૂદ
માટે ફાળવવો, બાળકોના ક્રીન ટાઇમ ઉપર રોક મૂકવી અને તેઓને મેદાન સાથે જોડવા વગેરે સામેલ
છે. આ મામલે હવે 22મી સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે.