• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

છાત્રો પર પોલીસ પગલાંની તપાસ થશે

સુપ્રીમ કોર્ટની નજર હેઠળ તપાસ માટે પાંચ સભ્યની ઉચ્ચ સત્તાધારી સમિતિ બની

નવી દિલ્હી, તા. 20 નીટ પેપર લીકના વિરોધમાં જંતરમંતર પર પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારી છાત્રો પર પોલીસ કાર્યવાહીની તપાસ હવે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થશે. સર્વોચ્ચ અદાલતે ગુરુવારે પોલીસ પર બળપ્રયોગના આરોપોની તપાસ માટે પાંચ સભ્યની ઉચ્ચ સત્તાધારી સમિતિ રચી હતી.

સમિતિના સભ્યોનાં નામોનું એલાન આજે કરાયું હતું. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીને સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે.

સમિતિમાં પંજાબ, હરિયાણા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રવિશંકર ઝા, દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ શલિંદર કૌર, સીબીઆઇ પૂર્વ ડાયરેક્ટર ઋષિકુમાર શુકલા, મેઘાલયના નિવૃત્ત ડીજીપી એલ. આર. બિશ્નોઇ સામેલ છે.

સુપ્રીમની નજર હેઠળ ઉચ્ચ સત્તાધારી સમિતિ 20મી જુલાઇની સંસદ કૂચ સહિત જંતરમંતર તેમજ દેશના વિવિધ ભાગોમાં પ્રદર્શન દરમ્યાન પોલીસ, અર્ધ લશ્કરીદળોની કાર્યવાહીની તપાસ કરશે.

સર્વોચ્ચ અદાલતે મામલાની સંવેદનશીલતા જોતાં મહિલા પ્રદર્શનકારીઓ પર હિંસા, ઉત્પીડન, છેડતીના આરોપોની તપાસને પ્રાથમિકતા આપવા સમિતિને જણાવ્યું હતું.

લાઠીચાર્જ, અશ્રુવાયુ, પેલેટગન જેવાં શત્રોના ઉપયોગની પરિસ્થિતિઓની તપાસ સમિતિ દ્વારા કરાશે.

સમિતિ પણ તપાસ કરશે કેબળપ્રયોગથી પહેલાં પ્રદર્શનકારીઓને ચેતવણી અપાઇ હતી કે નહીંશાંતિપૂર્ણ પ્રદર્શન પર પોલીસ કાર્યવાહીને સુપ્રીમ અયોગ્ય લેખાવી ચૂકી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક