• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

પાક. દૂતાવાસ પાસે બુલડોઝર

ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ બહારથી હટÎ હતા બેરિકેડ્સ હવે ભારતે હટાવ્યો પાકિસ્તાની હાઈ કમિશન બહારથી સુરક્ષા ઘેરો

નવી દિલ્હી, તા. 20 ભારતે પાકિસ્તાન સામે એક મોટી કાર્યવાહી કરી છે. જેના હેઠળ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનથી બહારી સુરક્ષા ઘેરો હટાવી દેવાયો છે. ડિપ્લોમેટિક પરિસરની સુરક્ષા માટે મૂકવામાં આવેલા ટ્રાફિક બેરિકેડસ અને કોંક્રિટના બોલાડર્સને હટાવીને રસ્તાને ખાલી કરી દેવાયો છે.

નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન બહારથી સામે આવેલા વીડિયોમાં પણ જોઈ શકાયું હતું કે ઉચ્ચાયોગની બહાર વાડાની જેમ લગાડવામાં આવેલો સુરક્ષા ઘેરો હટાવી લેવાયો છે. અધિકારીઓએ ટ્રાફિક બોલાર્ડ અને બેરિકેડ્સ પણ દૂર કરી દીધા છે. ભારત દ્વારા કાર્યવાહી પાકિસ્તાન દ્વારા ઈસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશન બહારના સુરક્ષા બેરિકેડ અને પાર્કિંગ પોલ હટાવવાની ગવિવિધિના અમુક દિવસ બાદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનના સંબંધમાં તણાવ લાંબા સમયથી ચાલી રહ્યો છે. તેવામાં પાકિસ્તાન દ્વારા ભારતીય કમિશન બહારથી સુરક્ષા ઘેરો હટાવવાની ગતિવિધિ કરવામાં આવતા ભારતે પણ સામે એવો જવાબ આપ્યો છે અને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશન આસપાસથી બેરિકેડ્સ અને અન્ય સામગ્રીઓ દૂર કરી દીધી છે.

ભારતીય અધિકારીઓએ મામલે નિવેદન આપ્યું હતું કે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઇ કમિશન બહાર બનાવવામાં આવેલા માળખા અને લાઇનને વ્યવસ્થિત કરવા માટે મૂકવામાં આવેલા બેરિયર હટાવાયા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક