બન્નેના રાઉન્ડ-16માં પરાજય: ત્રિસા-ગાયત્રીની જોડી ઉલટફેર કરી કવાર્ટર ફાઇનલમાં
નવી
દિલ્હી તા.20: વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતની ચંદ્રકની આશાને મોટો ફટકો પડયો
છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને મેન્સ સિંગલ્સમાં આયુષ શેટ્ટી રાઉન્ડ-16માં હારીને
સ્પર્ધાની બહાર થયા છે. જોકે મહિલા ડબલ્સમાં ત્રિસા-જોલી કવાર્ટર ફાઇનલમાં પહોંચી ચંદ્રકની
આશા જીવંત રાખી છે. પીવી સિંધુ રાઉન્ડ-16 મેચમાં ચીનની ત્રીજા ક્રમની ખેલાડી વાંગ જી
વિરૂધ્ધ રસાકસી બાદ 11-21, 1પ-21 અને 21-17થી હારી હતી. આથી ચીની ખેલાડી કવાર્ટર ફાઇનલમાં
પહોંચી હતી અને સિંધુની સફર સમાપ્ત થઇ હતી.
મહિલા
ડબલ્સમાં ભારતીય જોડી ત્રિસા જોલી-ગાયત્રી ગોપચંદ ઉલટફેર કરીને બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપના
કવાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય જોડીએ જાપાનની સાતમા ક્રમની જોડી રિન ઇવાનાગા-કી
નાકાનિશીને બે સીધી ગેમમાં 21-16 અને 21-12થી સજજડ હાર આપી હતી. આ સાથે જ ત્રીસા-ગાયત્રી
પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપના રાઉન્ડ-8માં પહોંચી છે.
ભારતીય
યુવા ખેલાડી આયુષ શેટ્ટીની શાનદાર સફર રાઉન્ડ-16માં સમાપ્ત થઇ ગઇ હતી. તેની સામે ઈન્ડોનેશિયાના
ખેલાડી એલ્વી ફરહાનનો 21-19 અને 21-11થી વિજય થયો હતો. આ પહેલા ગઇકાલે આયુષ શેટ્ટીએ
મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં શ્રીલંકન ખેલાડી ડુમિંડુ અબેવિક્રમાને ફકત 26 મિનિટમાં
21-8 અને 21-10થી હાર આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યોં હતો. આયુષે પહેલા રાઉન્ડમાં
વર્લ્ડ ચેમ્પિયન અને નંબર વન ચીની ખેલાડી યૂ શીને હાર આપી હતી.