સીજેપી સ્થાપકે શિક્ષણમંત્રીનાં રાજીનામાંની માંગ સાથે 48 કલાકનું આખરીનામું આપ્યુ
જયપુર, તા. 21 : જયપુરમાં કોકરોચ
જનતા પાર્ટી (સીજેપી)ના પ્રવક્તા આશુતોષ રાંકા રામપુરા કંવરપુરામાં સરકારી પ્રાથમિક
શાળાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, ત્યારે
તેમના સાથીઓ પર હુમલો કરી લોકોએઁ માર માર્યો હતો, વાહનો પર પણ પથ્થરમારો કરાયો
હતો. સીજેપીના સ્થાપક અભિજીત દીપકેએ
પ્રતિક્રીયા આપતાં જણાવ્યું હતું કે, ‘જો આગામી 48 કલાકમાં શાળાનું સમારકામ
શરૂ નહીં થાય અને ગુંડાઓની ધરપકડ નહીં થાય, તો હું જયપુર આવીશ અને શાળાના સમારકામ પૂર્ણ
ન થાય ત્યાં સુધી શાળા સામે બેસીશ’. રાંકાએ ભાજપ કાર્યકરો પર હુમલો કરાયાનો આરોપ લગાવ્યો છે. ‘હુમલામાં કારની બારીઓ અને મોબાઇલ ફોન તૂટી ગયા
હતા, એક મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને
શર્ટ ફાડી નાખવામાં આવ્યો હતો. એક સભ્યના હાથમાં ફ્રેક્ચર થયું હતું.
રાંકાએ આરોપ મૂક્યો હતો કે, શિક્ષણમંત્રી
મદન દિલાવરના કહેવાથી આ ઘટના બની હતી. અમે 48 કલાકનું આખરીનામું આપીએ છીએ.