દીવ,તા.21 : દીવના વણાંકબારા બંદરેથી આજે રામીબેન નાનજી સોલંકીની શીવચંદન નામની ફિશિંગ બોટ ફિશિંગ માટે નિકળી ત્યારે વણાંકબારા બારાના કારણે ફિશિંગ બોટને નુકશાન થતા બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું ત્યારે બાજુમાં જ રામજીભાઈની બોટ ફિશિંગ કરતી હતી તેના ખલાસીઓની મદદથી ટંડેલ ગંગા પ્રસાદ પ્રજાપતિ અને ખલાસીઓ રામ કેદાત, રોહિત ઈન્દ્રજીત, સરોજકુમાર, અમીતકુમાર રામ ગોપાલ, લવલેશ રામ ગોપાલને બોટમાં સહી સલામત લઈ લેતા તેમનો આબાદ બચાવ થયો હતો. આ ફિશિંગ બોટ દરિયામાં ટોટલ લોસ થઈ ગઈ છે.
બોટ ડૂબવાના સમાચાર માછીમારોને
મળતા મોટાભાગના બોટ માલિકો ગોમતી માતા બાજુ પહોંચ્યા હતા. બોટ સંપૂર્ણ નાશ થતા બોટ
માલિક નાનજીભાઈને આશરે પચાસ લાખનું નુકશાન થયું છે. સરકાર મદદ કરશે તેવી નાનજીભાઈને
આશા છે. દીવ જિલ્લા ફિશરમેન એશોસિયેસનના પ્રમુખ રામજીભાઈ બામણીયાએ જણાવ્યું કે, આ બારાની
સમસ્યા વર્ષોથી છે જેના લીધે વર્ષ દરમિયાન દસથી પંદર બોટને મોટું આર્થિક નુકશાન થાય
છે. પ્રશાસક પ્રફુલ પટેલ આ બારાના કામને પ્રાથમીકતા આપીને માછીમારોની ગંભીર સમસ્યા
દૂર કરે તે જરૂરી છે.