સિવિલમાં ‘ફડાકાકાંડ’ પછી રાજ્યનો આરોગ્ય વિભાગ જાગ્યો!
આરોપી
ડોક્ટરની અટકાયત, ગાંધીનગર સુધી પહોંચ્યો રિપોર્ટ
રાજકોટ,
તા.21 : શહેરની પીડીયુ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં જાણે ફરિયાદોનો ઈલાજ ત્યારે
જ થાય, જ્યારે મામલો એટલો બગડે કે તેની ગૂંજ ગાંધીનગર સુધી પહોંચે એવી તેની છાપ છે.
મહિલા રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગાળા પર હુમલો, ગાળાગાળી અને ધમકીના બનાવ બાદ આખરે
તંત્ર હરકતમાં આવ્યું છે. આરોપી સિનિયર ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરવામાં આવી
છે અને તેમને હાલ ફરજથી દૂર રહેવાની સૂચના અપાઈ છે. આ ઘટનાની સૌથી મોટી ‘આડઅસર’ સિવિલ
સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મોનાલી માંકડિયાને થઈ છે. અગાઉની ફરિયાદોમાં કાર્યવાહી કેમ ન થઈ
અને હોસ્પિટલના અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે જવાબ માગાતા આખરે આરોગ્ય વિભાગે તેમની
જગ્યાએ ડો.કમલ ડોડિયાની નિમણૂક કરી દીધી છે.
ઝઘડાની
શરૂઆત ગંભીર હાલતમાં આવેલા એક વૃદ્ધ દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત મુદ્દે થઈ હતી.
ડો. ક્રિશાએ દર્દીના હિતમાં રજૂઆત કરતાં મામલો ગરમાયો અને ફરિયાદ મુજબ ડો.રામાણીએ ગાળાગાળી
સાથે લાફો મારી ધમકી આપી હતી. ઘટના ઈઈઝટમાં પણ કેદ થઈ હોવાનું જણાવાયું છે. એફઆઈઆર
નોંધાયા બાદ જુનિયર ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી છે. હોસ્પિટલ તંત્રનો રિપોર્ટ ગાંધીનગર
મોકલાયો છે અને હવે આગળની કાર્યવાહીનો નિર્ણય ત્યાંથી આવશે.
મુખ્ય
સવાલ એટલો જ છે કે, જો અગાઉની ફરિયાદ વખતે જ કાર્યવાહી થઈ હોત તો શું ‘ફડાકાકાંડ’ સુધી
વાત પહોંચત? હવે આરોપીની અટકાયત અને અધિક્ષકની બદલી બાદ તંત્ર ખરેખર જવાબદારી નક્કી
કરશે કે પછી આ ફાઇલ પણ ‘ગાંધીનગરથી રિપોર્ટ આવશે’ના વેન્ટિલેટર પર રહેશે, તે જોવાનું
રહ્યું!
ડૉ.મોનાલી
મકાડિયાના કાર્યકાળમાં સિવિલના વિવાદો
ખાનગી
હોસ્પિટલ ચલાવવાનો આક્ષેપ : કોંગ્રેસ દ્વારા ડૉ.મોનાલી માંકડિયા સરકારી ફરજ સાથે ખાનગી
હોસ્પિટલ ચલાવતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જોકે ડૉ. માંકડિયાએ
આ આરોપોને નકારી કાઢ્યા હતા.
19
સરકારી ડૉક્ટરોની ખાનગી પ્રેક્ટિસનો વિવાદ : 2025માં વાયરલ થયેલા પત્રમાં સિવિલ અને
મેડિકલ કોલેજના ડૉક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા અને તંત્રની
જાણ તથા દેખરેખ અંગે પણ સવાલો ઉઠયા હતા.
મીરાબહેન
આહિરનો સારવાર ન મળ્યાનો આક્ષેપ : લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે ભાઈને ઇમરજન્સીમાં
સમયસર સારવાર ન મળવા અને સ્ટાફના ગેરવર્તનના આક્ષેપો કર્યા હતા, જેના પગલે તપાસ હાથ
ધરાઈ હતી.
આઈસીયુમાં
ડૉક્ટર પર હુમલો : ડિસેમ્બર 2025માં બ્લડ યુનિટના મુદ્દે ન્યુરોસર્જન ડૉક્ટર પર હુમલાની
ઘટના બાદ રેસિડેન્ટ ડૉક્ટરોમાં ભારે રોષ ફેલાયો હતો અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
ઊભા થયા હતા.
જન
ઔષધી કેન્દ્ર બંધ રહેવાનો વિવાદ : હોસ્પિટલ પરિસરમાં જન ઔષધી કેન્દ્ર અચાનક બંધ રહેતા
ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને મુશ્કેલી પડતી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
દર્દીને
હોસ્પિટલ બહાર મૂકી દેવાયાનો મામલો : જુલાઈ 2026માં સારવાર હેઠળના એક દર્દીને સુરક્ષા
કર્મચારીઓએ નશામાં હોવાનું માની હોસ્પિટલ પરિસરની બહાર મૂકી દીધાનો મામલો સામે આવ્યો
હતો. બાદમાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી.
મહિલા
રેસિડેન્ટ ડૉક્ટર સાથે ગેરવર્તનનો તાજો વિવાદ : દર્દીને દાખલ કરવાના મુદ્દે મહિલા ડૉક્ટરને
ગાળો અને થપ્પડ માર્યાનો આક્ષેપ થતાં રેસિડેન્ટ ડૉક્ટરો વિરોધ પર ઉતર્યા અને હોસ્પિટલની
આંતરિક વ્યવસ્થા ફરી ચર્ચામાં આવી.
ડો.રામાણીની
પંચમહાલના વાવકુંડલી PHC ખાતે બદલી
અમદાવાદ
: આ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ તાત્કાલિક અને કાયદેસરની કાર્યવાહી
હાથ ધરવા આરોગ્ય વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે. જે મુજબ, રાજકોટની આર.ઝેડ. હોસ્પિટલના ડો.અશ્વિન રામાણીની પંચમહાલ જિલ્લાના
વાવકુંડલી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરવામાં આવી છે. મંત્રીએ સ્પષ્ટ
કર્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈપણ
પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. રાજ્યની આરોગ્ય સેવાઓમાં કાર્યરત દરેક મહિલા કર્મચારી
અને તબીબની સુરક્ષા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યસ્થળે
કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે અયોગ્ય વર્તનને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. આવી ગેરવર્તણૂકના
કિસ્સાઓમાં દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવશે.
ગાંધીનગરના
નિર્ણય બાદ આગળની કાર્યવાહી થશે
ડીન
અને સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં રેસિડેન્ટ તબીબો અને તબીબી અધિકારીઓની બેઠક મળી
હતી. જેમાં બનેલી ઘટનાની ગહન ચર્ચા કરી તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે.
ત્યાંથી આગળની કાર્યવાહી અંગે ભલામણ અને નિર્ણય આવ્યા બાદ વિગતો જાહેર કરાશે. પીડિતના
પરિજનોને સમગ્ર બાબતથી માહિતગાર કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ છે. ઘટનામાં
સંડોવાયેલા સંબંધિત તબીબને હાલ ફરજ પરથી દૂર રાખવામાં આવ્યા છે અને તેમને લેખિત જાણ
પણ કરવામાં આવી છે. ઉચ્ચ સ્તરે પણ ઘટનાની જાણ કરવામાં આવી હોવાનું છખઘએ ઉમેર્યું હતું.
- ડો.હર્ષદ દૂસરા-RMO
દર્દીના
હિતની વાતમાં ગેરવર્તન કર્યુ, કાર્યવાહીની માગ
દર્દીના
ઇલાજ મુદ્દે થયેલી ચર્ચા દરમિયાન ગેરસમજ અને મગજમારી થઈ હતી, જેમાં અશ્વિન રામાણીએ
ઉશ્કેરાઈ જઈ અશોભનીય શબ્દોનો ઉપયોગ કરી મારા ઉપર હાથ ઉપાડયો હતો. આવા અધિકારીઓ હોસ્પિટલમાં
ન હોવા જોઈએ તેવી માગ કરી છે. અંગત બાબતે નહીં,
માત્ર દર્દીના હિતમાં વાત કરી હતી અને આ ઘટનામાં જવાબદાર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી
થવી જોઈએ. હોસ્પિટલના ડૉક્ટરો અને સત્તાવાળાઓએ ગઈકાલે ન્યાયની ખાતરી આપી હતી. ખુદ આરોગ્ય
મંત્રીએ પણ ટેલિફોનિક વાતચીત કરી ન્યાય આપવાની ખાતરી આપી હતી.
- પીડિતા અને પરિવાર