• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

કોલંબોની પીચ પર ઝડપી બોલરોને પણ મદદ

કયૂરેટરનો સંકેત

કોલંબો, તા.21: પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકન બેટર્સ ભારતની સ્પિન જાળમાં આબાદ ફસાયા હતા. માનવ સુથારે તેના બીજા ટેસ્ટમાં ટેન વિકેટ હોલ બનાવ્યો હતો. આથી ભારતનો 16પ રને સરળ વિજય થયો હતો. હવે રવિવારથી બીજા ટેસ્ટનો પ્રારંભ થશે. આ મેચ સિંહાલી સ્પોર્ટસ કલબના મેદાન પર રમાશે. તેની પિચ પર બેટર્સ અને બોલર્સ બન્નેને મદદ મળશે. જો કે આ વખતે ફકત સ્પિનર્સ જ નહીં ફાસ્ટર્સ માટે પણ પીચમાંથી મદદ મળશે. આ સંકેત પીચ કયૂરેટરે આપ્યો છે.

શ્રીલંકાએ આ મેદાન પર 2018માં દ. આફ્રિકા, 2016માં ઓસ્ટ્રેલિયા અને છેલ્લે 202પમાં બાંગલાદેશ ટીમને ટેસ્ટ હાર આપી છે. આ વખતે શ્રીલંકા ઝડપી અને થોડી ઉછાળવાળી પીચ બનાવી ભારતને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે તેવા રિપોર્ટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક