નવી દિલ્હી, તા. 21 : અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા ઉપર ગંભીર અસર પડી છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારત આવતા-જતા યાત્રીઓની સંખ્યા 10.5 ટકા ઘટીને 1.7 કરોડ રહી છે. ડીજીસીએના આંકડા અનુસાર ભારતીય એરલાઈન્સની આંતરરાષ્ટ્રીય યાત્રીઓની સંખ્યામાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે વિદેશી એરલાઈન્સની સંખ્યા વધી છે.
એર ઈન્ડિયા ગ્રુપના આંતરરાષ્ટ્રીય
યાત્રીઓની સંખ્યા 35 ટકા ઘટી છે. જૂન 2025માં અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિદેશી ઉડાનોમાં
કાપ પણ એક કારણ છે. ઈન્ડિગોની આંતરરાષ્ટ્રીય યાત્રીની સંખ્યા 15.4 ટકા ઘટીને 33.4 રહી
છે. જે ગયા વર્ષની સમાન અવધિમાં 39.5 લાખ હતી. બીજી તરફ અમિરેટ્સની ભારત આવતા-જતા યાત્રીની
સંખ્યા સાત ટકા વધીને 14.8 ટકા થઈ છે તેમજ એતિહાદમાં મામુલી ઘટાડો આવ્યો છે. લુફથાંસા,
સ્વિસ અને બ્રિટિશ એરવેઝ જેવી પશ્ચિમી કંપનીઓએ ભારતની ઉડાનો વધારી છે. લુફથાંસાએ 3.7
લાખથી વધારે યાત્રીઓ સમાવ્યા છે.