8 મૃત્યુ બાદ પણ સવાલો યથાવત, ઝેરી દારૂના કાળા કારોબારનો પર્દાફાશ ક્યારે ?
61થી
વધુ અસરગ્રસ્ત; 10ની હાલત ગંભીર, 5 ઈંઈઞમાં અને એક વેન્ટિલેટર પર
બુટલેગરો
સામે પોલીસનો સપાટો, 100થી વધુ પોલીસ જવાનો મેદાનમાં
રાજકોટ,
ભાવનગર તા.21
ભાવનગરમાં
ઝેરી દારૂએ અનેક પરિવારોના માળા વિખેરી નાખ્યા છે. કોઈનો દીકરો ગયો, કોઈનો પતિ તો કોઈનો
પરિવારનો આધાર છીનવાઈ ગયો... સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ચાલી રહેલી જિંદગી અને
મૃત્યુ વચ્ચેની લડાઈએ સમગ્ર ભાવનગરને હચમચાવી નાખ્યું છે. આ હૃદયદ્રાવક (જુઓ પાનું
8)
લઠ્ઠાકાંડમાં
અત્યાર સુધીમાં 8 જિંદગીઓ કાળના મુખમાં સમાઈ ગઈ છે, જ્યારે અનેક અસરગ્રસ્તો હજુ હોસ્પિટલના
બિછાને જીવન માટે ઝઝૂમી રહ્યા છે. એક તરફ પરિવારજનોની આંખોમાં આંસુ અને હૈયામાં આક્રોશ
છે, તો બીજી તરફ હવે સમગ્ર જિલ્લામાં એ સવાલ ગુંજી રહ્યો છે કે નિર્દોષોના જીવ લેનારા
ઝેરી દારૂના કાળા કારોબાર પાછળ આખરે કોણ છે ?
જિલ્લા
કલેક્ટર મનિષ કુમાર બંસલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઝેરી દારૂના સેવનથી 61થી
વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓ પૈકી 15ની સ્થિતિ સ્થિર છે.
5 દર્દીઓ આઇસીયુમાં છે, 4 દર્દીઓ અતિગંભીર હાલતમાં છે અને એક દર્દી વેન્ટિલેટર પર સારવાર
લઈ રહ્યો છે. તબીબોની સઘન સારવાર બાદ 16 અસરગ્રસ્તોની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી
રજા આપવામાં આવી છે. જોકે, ગંભીર દર્દીઓની સ્થિતિને કારણે તબીબી તંત્રની ચિંતા હજુ
યથાવત છે.
લઠ્ઠાકાંડને
પગલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ
હોસ્પિટલની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ
પણ હોસ્પિટલ પહોંચીને અસરગ્રસ્તોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. દર્દીઓની સ્થિતિ
અને ઘટનાની જવાબદારી અંગે રાજકીય સ્તરે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ભાવનગરમાં
દારૂબંધી મુદ્દે ઈઙઈંખની સરકાર સામે રજૂઆત
ભાવનગરમાં
તાજેતરના લઠ્ઠાકાંડને પગલે ભારતના સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) સીપીઆઇએમએ સરકારની દારૂબંધી
નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ મંત્રી અરુણ મહેતા, જિલ્લા મંત્રી અશોક સોમપુરા
અને રાજ્યમંત્રીમંડળના સદસ્ય નલીનીબેન જાડેજાએ મુખ્યમંત્રી તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત
કરી હતી. તેમણે જણાવ્યું કે ભાવનગરના મહારાજા સર ભાવાસિંહજીએ 1918-19માં દારૂબંધી અમલમાં
મૂકી હતી અને તેની યાદગાર તકતી આજે પણ મોતીબાગ ટાઉનહોલ નજીક આવેલી છે. પક્ષના જણાવ્યા
મુજબ, લઠ્ઠાકાંડ બાદ પણ શહેરમાં બુટલેગરો સામે પૂરતી કાર્યવાહી થઈ નથી. પક્ષે આરોપ
લગાવ્યો કે માત્ર અધિકારીઓની બદલી કે સસ્પેન્શનથી દારૂના ગેરકાયદે ધંધા પર અંકુશ નહીં
આવે. બુટલેગરો સામે કડક કાયદો, જામીન અંગે કડક જોગવાઈ અને વધુ વર્ષની સજાની માગ કરવામાં
આવી છે. સાથે જ સરકારે દારૂબંધી અંગે સ્પષ્ટ અને એકસરખી નીતિ અપનાવવાની માગ કરી છે.
મંત્રી
જીતુભાઈ વાઘાણીએ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા
ઘટનાની
ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સર ટી. હોસ્પિટલની મુલાકાત
લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા અને તબીબી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ એસ.પી.
કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને તપાસની વિગતો મેળવી હતી. તેમણે જણાવ્યું
કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં
આવી છે કે આ માનવસર્જિત દુર્ઘટનામાં કોઈપણ દોષિત કે બેદરકાર અધિકારીને બક્ષવામાં આવશે
નહીં અને કસૂરવારો સામે સખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની
સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
લઠ્ઠાકાંડની
સુરતમાં અસર : યુવક બ્રેઇનડેડ
ઝેરી
દારૂ પીધા બાદ સુરત આવેલા સંજયાસિંહની તબિયત લથડી, ત્રણ દિવસ ઈંઈઞમાં સારવાર બાદ મગજ
નિક્રિય
સુરત,
તા.21: ભાવનગરમાં બનેલા નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરત સુધી પહોંચી છે. ભાવનગરમાં
ઝેરી દારૂનું સેવન કર્યા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયાસિંહ નામના યુવકની તબિયત
અચાનક લથડતાં તેને ખટોદરાની આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ
દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા સંજયાસિંહની સ્થિતિ વધુ ગંભીર બનતાં તબીબોએ તેમને
બ્રેઇનડેડ જાહેર કર્યા છે. (જુઓ પાનું 8)
મળતી
માહિતી મુજબ, સંજયાસિંહે 16 ઓગસ્ટે ભાવનગરમાં દારૂનું સેવન કર્યું હતું અને 17 ઓગસ્ટે
સવારે સુરત પહોંચ્યા હતા. સુરત આવ્યા બાદ તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને તબિયત બગડતાં
તેમને પ્રથમ વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને
ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો અને હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપી હૃદયના
ધબકારા પુન: સ્થાપિત કર્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ સતત બેભાન રહ્યા હતા. તબીબી તપાસમાં
મગજ સુધી પૂરતો ઓક્સિજન ન પહોંચતો હોવાનું સામે આવ્યું હતું. ખાસ તપાસમાં ઇથેનોલ અને
મિથેનોલ પોઇઝાનિંગની ગંભીર અસર મળી હતી. આઈએનએસ હોસ્પિટલના ન્યુરો નિષ્ણાતોની સારવાર
છતાં મગજ નિક્રિય થતાં તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા છે. હાલ અન્ય અંગો કાર્યરત રહે
તે માટે તબીબી સારવાર ચાલુ છે.
અમદાવાદ-ગાંધીનગરથી
નિષ્ણાતોની ટીમ
લઠ્ઠાકાંડની
ગંભીરતાને જોતા અમદાવાદ અને ગાંધીનગરથી નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટીમ ભાવનગર બોલાવવામાં
આવી છે. ગાંધીનગરની આઇકેડી હોસ્પિટલમાંથી નેફ્રોલોજિસ્ટની ટીમે સર ટી. હોસ્પિટલની મુલાકાત
લઈ દર્દીઓની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. નિષ્ણાત તબીબોએ સ્થાનિક ડોક્ટરો સાથે
સારવાર અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું છે. ગંભીર દર્દીઓને શક્ય તેટલી સઘન
સારવાર મળી રહે તે માટે તબીબી ટીમો સતત દેખરેખ રાખી રહી છે.
હોસ્પિટલમાં
આક્રંદ, બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સર
ટી. હોસ્પિટલ કેમ્પસમાં શોક અને રોષનો માહોલ છે. પોતાના સ્વજનોની સારવાર અને સ્થિતિ
જાણવા માટે પરિવારજનો હોસ્પિટલમાં ઉમટી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને પગલે હોસ્પિટલમાં
પોલીસ અને કઈઇનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પરિસ્થિતિ
કાબૂ બહાર ન જાય તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
બુટલેગરો
સામે પોલીસનો સપાટો
લઠ્ઠાકાંડ
બાદ સમગ્ર ભાવનગર જિલ્લામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની
સ્થિતિ જાળવવા બોટાદ અને અમરેલીથી 100થી વધુ વધારાના પોલીસ જવાનોને ભાવનગર બોલાવી તૈનાત
કરવામાં આવ્યા છે. પોલીસે બુટલેગરો અને દેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી
તેજ કરી છે. અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને શંકાસ્પદ આરોપીઓને ઝડપી જેલહવાલે
કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ક્રિમિનલ
બાર એસોસિએશનનો મોટો નિર્ણય : આરોપીનો કેસ નહીં લડે
લઠ્ઠાકાંડ
બાદ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એસોસિએશને ઠરાવ પસાર
કરીને આ ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીઓ કે બુટલેગરોનો કેસ ન લડવાનો નિર્ણય જાહેર કર્યો
છે. આ નિર્ણયને ઘટનાની ગંભીરતા સામે કડક સામાજિક અને કાનૂની વલણ તરીકે જોવામાં આવી
રહ્યો છે.
હવે
સૌથી મોટો સવાલ : ઝેરનો જથ્થો આવ્યો ક્યાંથી?
8 લોકોના
મૃત્યુ અને 61થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા બાદ હવે તપાસનો મુખ્ય મુદ્દો માત્ર આરોપીઓની
ધરપકડ પૂરતો રહ્યો નથી. ઝેરી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ? તે કોણે બનાવ્યો કે સપ્લાય
કર્યો ? સ્થાનિક સ્તરે તેનું વિતરણ કોણ કરી રહ્યું હતું ? અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય
કેટલા લોકો સંડોવાયેલા છે. આવા અનેક સવાલોના જવાબ પોલીસ તપાસમાંથી સામે આવવાના બાકી
છે. આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે દારૂના નેટવર્ક સામે તંત્રની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો
ઊભા કર્યા છે. હવે લોકોની નજર પોલીસ તપાસના પરિણામ અને સરકાર દ્વારા કરવામાં આવનારી
કડક કાર્યવાહી પર છે.