• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારત સામે આજે નેધરલેન્ડનો કઠિન પડકાર

એમ્સટલવિન, તા.23: વિશ્વ કપ હોકીના બીજા રાઉન્ડમાં ભારતીય પુરુષ ટીમ શનિવારે સહ-યજમાન અને ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડના કઠિન પડકારનો સામનો કરવા મેદાનમાં ઉતરશે. સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ભારતીય ટીમ માટે જીત જરૂરી છે. આ માટે રક્ષાહરોળે તેમની ખામીઓ દૂર કરવી પડશે. ભારતીય ટીમ સૌથી મોટો પડકાર સારી શરૂઆત બાદ મેચ પર નિયંત્રણ બનાવી રાખવાનું છે. ઇંગ્લેન્ડ સામે બે વખત સરસાઇ બનાવ્યા બાદ ભારતને 2-4 ગોલથી હાર મળી હતી. પાક. સામે પણ 4-1ની સરસાઇ બાદ અંતમાં પ-3થી જીત મેળવી હતી.

હોકી વર્લ્ડ કપ આ વખતે નવા ફોર્મેટ સાથે રમાઇ રહ્યો છે. બીજા રાઉન્ડમાં નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડ પુલ ઇમાં 3-3 પોઇન્ટ સાથે રમશે. જયારે ભારત અને આર્જેન્ટિનાના ખાતામાં 0-0 પોઇન્ટ છે. આથી ભારતે બીજા રાઉન્ડના સારો દેખાવ કરવો પડશે. નેધરલેન્ડ ટીમ શાનદાર ફોર્મ સાથે બીજા રાઉન્ડમાં અપરાજિત રહી પહોંચી છે. તે વિશ્વ કપની સૌથી ખતરનાક ટીમ માનવામાં આવે છે. આથી ભારતીય હોકી ટીમે જોરદાર દેખાવના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરવાનું રહેશે. મેચ શનિવારે સાંજે 7-30થી શરૂ થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક