• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

મુંબઇ-ગોવા ધોરીમાર્ગમાં વિલંબ થતાં મને શરમ આવે છે ઃ ગડકરી

 નવી દિલ્હી, તા. 10 કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટમાં થયેલા અતિશય વિલંબને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ગોવામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું કે, ‘ પ્રોજેક્ટ પૂરો થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગી ગયો છે. વિલંબ બદલ મને શરમ અનુભવાતી હોવાથી હું હાઈવેના નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ તેના વિધિવત ઉદ્ઘાટન સમારોહમાં હાજરી નહીં આપું.’

મુંબઈ-ગોવા હાઈવે મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેનો સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગ ગણાય છે. જો કે જમીન સંપાદનની જટિલ પ્રક્રિયા, ટેકનિકલ પડકારો અને અન્ય વિવિધ કારણોસર ડ્રીમ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદા કરતાં ખૂબ લાંબો ખેંચાઈ ગયો છે. વિલંબના કારણે સ્થાનિક રહીશો અને દરરોજ મુસાફરી કરતા લોકોએ વર્ષો સુધી ભારે હાલાકી અને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક