- પોઝિટિવ રિપોર્ટ આપવા બદલ લાંચની માગણી; અઈઇના છટકામાં બંને અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
અમરેલી, તા.10ઃ
અમરેલી શહેરમાં
આવેલી મટીરિયલ્સ
ટેસ્ટિંગ લેબોરેટરીની
સરપ્રાઇઝ વિઝીટ
દરમિયાન પોઝિટિવ
રિપોર્ટ આપવા
બદલ 21 હજારની
લાંચ માંગવાના
આક્ષેપમાં ગુજરાત
એન્જીનીયરીંગ રીસર્ચ
ઇન્સ્ટિટÎૂટ,
વડોદરાના બે
અધિકારીઓને અમરેલી
એસીબીએ રંગેહાથ
ઝડપી પાડÎા
છે.
મળતી
માહિતી મુજબ,
જીઇઆરઆઇ વડોદરામાં
સંશોધન અધિકારી
(કાર્યપાલક ઇજનેર),
વર્ગ-1 તરીકે
ફરજ બજાવતા
આણંદભાઇ નરેન્દ્રભાઇ
ખરેડિયા તથા
સિનિયર સાયન્ટિફિક
આસિસ્ટન્ટ, વર્ગ-3
તરીકે ફરજ
બજાવતા જીગરભાઇ
કલસીંગભાઇ ભુટિયા
અમરેલીની મટીરિયલ્સ
ટેસ્ટિગ લેબની
સરપ્રાઇઝ વિઝીટ
માટે આવ્યા
હતા. આ
દરમિયાન ફરિયાદીને
પોઝિટિવ રિપોર્ટ
આપવાના બદલામાં
બંનેએ કુલ
21 હજારની લાંચની
માગણી કરી
હોવાનો આક્ષેપ
છે. ફરિયાદી
લાંચ આપવા
ઇચ્છતા ન
હોવાથી તેમણે
અમરેલી એસીબીનો
સંપર્ક કર્યો
હતો. ફરિયાદના
આધારે અમરેલી
એસીબી પોલીસ
સ્ટેશનના ઇન્ચાર્જ
પોલીસ ઇન્સ્પેક્ટર
ટી.એસ.
રીઝવી તથા
અમરેલી-ભાવનગર
એસીબી સ્ટાફે
અમરેલીના ચીતલ
રોડ સ્થિત
સરકારી સર્કિટ
હાઉસના રૂમ
નંબર 11માં
છટકું ગોઠવ્યું
હતું. છટકા
દરમિયાન આરોપીઓએ
ફરિયાદી પાસેથી
21 હજાર સ્વીકાર્યા
હતા. બંને
આરોપીઓ સ્થળ
પર જ
ઝડપાઈ જતા
એસીબીએ તેમની
ધરપકડ કરી
વધુ તપાસ
હાથ ધરી
છે.