• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

જૂ. મહિલા એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો 19-0થી વિક્રમી વિજય

મોકી (ચીન) તા.10: મહિલા જૂનિયર એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાન વિરૂધ્ધ 19-0 ગોલથી ધમાકેદાર વિજય મેળવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. મહિલા જૂનિયર એશિયા કપના ઇતિહાસમાં કોઇ પણ ટીમનો આ સૌથી મોટો વિજય છે. પાકિસ્તાન સામેના મેચમાં ભારત તરફથી પૂજા મલિકે 27મી, 49મી અને પ1મી મિનિટે ગોલ કરીને હેટ્રિક બનાવી હતી.

જયારે રોશની, સનિકા માને, મધુ સિદર અને સુપ્રિયાએ બે-બે ગોલ કર્યાં હતા. તનુશ્રી કાડૂ, સુખબીર કૌર, ગીતા યાદવ, તનુજા ટોપ્પો, પૂર્ણિમા યાદવ, કૃષ્ણા શર્મા અને બિનિમા ધને 1-1 ગોલ કર્યાં હતા. અંતિમ કવાર્ટરમાં ભારતીય યુવા મહિલા ખેલાડીઓએ પાકિસ્તાની ટીમને ધમરોળીને 6 ગોલ કર્યાં હતા.

ઇ-પેપરના નવા શુલ્ક