અફઘાનિસ્તાન વિરૂધ્ધની અને એશિયન ગેમ્સની ઝ-20 ટીમમાં ફેરફાર
મુંબઇ
તા.10: અફઘાનિસ્તાન વિરૂધ્ધની ત્રણ મેચની ટી-20 શ્રેણી અને એશિયન ગેમ્સ માટે મુખ્ય
ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ફિટ જાહેર થયો છે. જયારે અનફિટ હર્ષિત રાણાના સ્થાને આ બન્ને
સ્પર્ધામાં યશ ઠાકુરનો સમાવેશ કરાયો છે. બીસીસીઆઇના પસંદગીકારોએ પ્રિંસ યાદવ અને મયંક
યાદવને નજરઅંદાજ કરીને યશ ઠાકુરને તક આપી છે.
હર્ષિત
રાણા હાલ બેંગ્લુરુ સ્થિત ક્રિકેટ સેન્ટરમાં રિહેબ કરી રહ્યો છે. આ દરમિયાન તા. 7મીએ
બોલિંગ પ્રેકટીસ વખતે તેના પગના સ્નાયૂ ફરી ખેંચાઇ ગયા હતા. આથી તે અફઘાન સામેની શ્રેણી
અને એશિયન ગેમ્સમાંથી બહાર થયો છે. આથી તેના સ્થાને વિદર્ભનો ઝડપી બોલર યશ ઠાકુર ભારતીય
ટીમમાં સામેલ થયો છે. તેણે ઝિમ્બાબ્વે પ્રવાસમાં ડેબ્યૂ કર્યું હતું.
બીજી
તરફ યુવા ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર પણ ફિટ જાહેર થયા છે. આ
બન્ને શુક્રવારે દિલ્હી પહોંચશે અને ભારતીય ટીમ સાથે જોડાશે.
ભારતીય
ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજૂ સેમસન, ઇશાન કિશન,
તિલક વર્મા, શિવમ દૂબે, નીતીશકુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરૂણ ચક્રવર્તી,
રવિ બિશ્નોઇ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંઘ અને યશ ઠાકુર.