જોર્ડનમાં અમેરિકાનાં એરબેઝને નિશાન બનાવીને જોરદાર પ્રહાર
નવી દિલ્હી, તા.10ઃ ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી સૈન્ય ઘર્ષણ વકરી ગયું છે. જેમાં એક જવાબી હુમલામાં ઈરાને અમેરિકાને ઉંડો ઘા કરી નાખ્યો છે. ઈરાને અમેરિકાનાં અનેક ઘાતક લડાકુ વિમાનોને તોડી પાડÎા છે.
મંગળ અને બુધવારની રાતે જોર્ડનનાં મુવાફક સાલ્ટી અમેરિકાનાં એર બેઝ ઉપર ઈરાને આ ઘાતક પ્રહાર કર્યો હતો. જેમાં અમેરિકાનાં અનેક આધુનિક યુદ્ધ વિમાનો ક્ષતિગ્રસ્ત થયા હતાં. આમાં એ-10 થંડરબોલ્ટ
ઉપરાંત આઠ જેટલા એ-1પ યુદ્ધ વિમાનોને નુકસાન થયું હતું.
ઈરાનનાં આ હુમલાને રોકવા માટે જોર્ડનમાં તૈનાત અમેરિકી દળોએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો દાગી હતી. આ નુકસાન એવા સમયે થયું છે જ્યારે ઈરાને અમેરિકાનાં એક યુદ્ધ જહાજને નિશાન બનાવ્યું હતું અને તેનાં જવાબમાં અમેરિકાએ પાંચ ઈરાની ઓઈલ ટેન્કર ઉપર હુમલો કર્યો હતો. આની સામે ઈરાને હવે જોર્ડનમાં અમેરિકાનાં યુદ્ધ વિમાનો ઉપર હુમલો કરી નાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જોર્ડનનાં એરબેઝ ઉપરથી અમેરિકા ડઝનબંધ યુદ્ધ વિમાનો સંચાલિત કરે છે અને તેનો ઉપયોગ ઈરાન સામે સૈન્ય અભિયાનોમાં કરવામાં આવે છે. ઈરાન સામેનાં યુદ્ધમાં આને મહત્ત્વનું હવાઈ કેન્દ્ર માનવામાં આવે છે.