• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

મોતને હાથતાળી ઃ રશિયાનાં ડ્રોન હુમલામાં ઝેલેંસ્કીનો સહેજમાં બચાવ

- ઝેલેંસ્કીનાં વિમાન સાથે ડ્રોન ટકરાતા રહી ગયું, ઉડાન અટકાવી દેવાઈ

 

નવી દિલ્હી, તા.10 યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ મોતને હાથતાળી આપી છે. મંગળવારે રશિયા તરફથી દાગવામાં આવેલું એક ડ્રોન સીધી તેમનાં વિમાન સુધી પહોંચી ગયું હતું. જો કે સમયસર તેની જાણ થતાની સાથે ઝેલેંસ્કીનાં વિમાનની ઉડાનને થોડા સમય માટે અટકાવી દેવામાં આવી હતી. જેનાં હિસાબે ઝેલેંસ્કીનો આબાદ બચાવ થઈ ગયો હતો.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને હવે 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. અત્યાર સુધીમાં બન્ને દેશનાં હજારો સૈનિકોનાં આમાં મૃત્યુ થઈ ચૂક્યા છે. બન્ને તરફથી હજી પણ સતત હુમલા ચાલી રહ્યાં છે. દરમિયાન ઝેલેંસ્કીનાં જીવ ઉપર ઉભા થયેલા જોખમે હડકંપ મચાવી દીધો હતો. ઘટના વિશે સૌથી પહેલા નોર્વેનાં વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઘટના ત્યારે બની હતી જ્યારે ઝેલેંસ્કી મોલ્દોવાથી ઓસ્લો જઈ રહ્યાં હતાં. સફર દરમિયાન એક ડ્રોન તેમનાં વિમાનને બેહદ નજીક આવી ગયું હતું. જો કે તેનાં વચ્ચે ટક્કર નહોતી થઈ અને મોટી દુર્ઘટના ઘટતા અટકી ગઈ હતી. નોંધનીય છે કે, ઝેલેંસ્કી મંગળવારે સાંજે નોર્વેનાં રાજા હેરાલ્ડ પંચમનાં અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા હતાં. ઝેલેંસ્કીનું વિમાન મોલ્દોવાથી ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે એક ડ્રોનની ચપેટમાં આવતા બચી ગયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક