-પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં જ રૂ. 27 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયેલા કર્મચારી સામે ગુનો દાખલ
ચોટીલા, તા.10ઃ
ચોટીલા પોલીસ
સ્ટેશનના હેડ
કોન્સટેબલ લાંચ
લેતા એન્ટી
કરપ્શન બ્યુરોના
છટકમાં ઝડયાઈ
જતા તેની
સામે કાયદેસરની
કાર્યવાહી હાથ
ધરવામાં આવી
છે.
ચોટીલામાં ભ્રષ્ટાચાર
વિરોધી બ્યુરો
દ્વારા હાથ
ધરાયેલી ટ્રેપ
કાર્યવાહીમાં ચોટીલા
પોલીસ સ્ટેશનમાં
ફરજ બજાવતા
હેડ કોન્સ્ટેબલ
જયસુખભાઈ જાગાભાઈ
જીડિયા રૂ.
27,000ની લાંચ
સ્વીકારતા રંગેહાથ
ઝડપાઈ ગયા
છે, જેમાં
જન્માષ્ટમી પર્વ
દરમિયાન નોંધાયેલા
એક જુગાર
કેસમાં આરોપીઓના
જામીન કરાવવા
બાબતે જયસુખભાઈ
દ્વારા ફરિયાદી
પાસે લાંચની
માંગણી કરવામાં
આવી હતી
પરંતુ ફરિયાદી
લાંચ આપવા
માગતા ન
હોવાથી તેમણે
અઈઇનો સંપર્ક
કરી ફરિયાદ
નોંધાવ્યા બાદ
રાજકોટ અઈઇ
એકમના પી.આઈ.
આર.કે.
સોલંકીની આગેવાનીમાં
ચોટીલા પોલીસ
સ્ટેશનના કંપાઉન્ડમાં
ડી-સ્ટાફ
ઓફિસના દરવાજા
સામે ગોઠવાયેલી
ટ્રેપ દરમિયાન
આ લાંચની
રકમ સ્વીકારતા
તેમને ઝડપી
લેવામાં આવ્યા
હતા અને
સમગ્ર રકમ
કબ્જે કરી
ભ્રષ્ટાચાર નિવારણ
અધિનિયમ હેઠળ
ગુનો નોંધીને
સ્થાનિક સ્તરે
પોલીસ તંત્રની
કામગીરી સામે
ઉઠેલા પ્રશ્નો
વચ્ચે વધુ
તપાસ હાથ
ધરવામાં આવી
છે.