• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

ભારતને ધમકી આપવા ઉપર ઉતરી આવ્યું બાંગ્લાદેશ સંબંધો સુધારવા હોય તો શેખ હસીનાનાં પ્રત્યાર્પણને ગણાવી મુખ્ય શરત

નવી દિલ્હી, તા.18: બાંગ્લાદેશમાં એટલી હિંમત આવી ગઈ છે કે હવે તે ભારતને ધમકી આપવાની ગુસ્તાખી પણ કરવામાં માંડયું છે. બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનાં પ્રત્યાર્પણની માગણી મુદ્દે હવે તારીક રહેમાનની સરકારે ભારતને ધમકી આપવા ઉપર ઉતરી આવીને કહ્યું છે કે, જો સંબંધો સુધારવા હોય તો ભારતે શેખ હસીનાની વાપસીની શરત પૂરી કરવી પડશે.

બાંગ્લાદેશની સરકારનાં સૂચના અને પ્રસાર સલાહકાર જાહેદ ઉર રહેમાને ભારત સામે હસીનાનાં પ્રર્ત્યાપણની શરત રાખતા કહ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે હસીના સહિતનાં નેતાઓનાં પ્રત્યાર્પણની શરત પ્રમુખ છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023માં બાંગ્લાદેશમાં થયેલા હિંસક છાત્ર આંદોલન બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડવો પડયો હતો અને તેમણે ભારતમાં શરણ મેળવી હતી. ત્યારબાદ તારીક રહેમાનની સરકાર બન્યા બાદથી બાંગ્લાદેશ વિભિન્ન તકે ભારત પાસેથી શેખ હસીનાનાં પ્રત્યાર્પણની માગણી કરતું આવ્યું છે. જો કે ભારતનું કહેવું છે કે, આનો કોઈપણ નિર્ણય કાનૂની ચકાસણી બાદ સમજી વિચારીને જ કરવામાં આવશે. દરમિયાન શેખ હસીનાને બાંગ્લાદેશમાં મૃત્યુદંડની સજા જાહેર કરી દેવામાં આવેલી છે. તેમ છતાં શેખ હસીના પોતાનાં દેશ પરત ફરવા માગે છે. તેમણે ડિસેમ્બર આસપાસ બાંગ્લાદેશ પરત જવાની તૈયારી દેખાડી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક