હરિદ્વારમાં ચાની દુકાનમાં ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
નવી
દિલ્હી, તા. 18 : નિઠારીકાંડમાં મુક્ત થઇ ચૂકેલા સુરેન્દ્ર કોલીએ આત્મહત્યા કરી લેતાં
ભારે ચકચાર મચી ગઇ હતી. સુરેન્દ્રએ ફાંસો ખાઇને અંતિમ પગલું ભરી લીધું હતું.
સુરેન્દ્ર
છેલ્લા કેટલાક સમયથી નામ બદલાવીને હરિદ્વારમાં ચાની દુકાન ચલાવતો હતો. દુકાનમાં જ તેનો
મૃતદેહ મળ્યો હતો.
કોલી
લગભગ 19 વર્ષ જેલમાં રહ્યા પછી નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે મુક્ત કરતાં જેલમાંથી
બહાર આવ્યો હતો.
નોઇડાનાં
નિઠારીમાં 2005માં બાળકો અને મહિલાઓ ગાયબ થયા બાદ સુરેન્દ્રનું નામ સામે આવ્યું હતું.
તેને કુલ્લ 13 મામલામાં સજા અપાઇ હતી.