• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે ક્રિકેટનો સેમિફાઇનલ

પાકિસ્તાન અને શ્રીલંકા પણ ફાઈનલમાં પહોંચવા મેચ

  નવી દિલ્હી, તા.18 : એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટની સેમિફાઇનલમાં પહોંચનારી ચારેય ટીમોના નામ નક્કી થઈ ગયા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં એન્ટ્રી મારી છે. હવે અંતિમ ચારમાં કાંટાની ટક્કર જોવા મળશે.

બાંગ્લાદેશ અને ચીન વચ્ચેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. જેના પરિણામે બાંગ્લાદેશને સીધી સેમિફાઇનલમાં જગ્યા મળી ગઈ હતી. ત્યારબાદ બીજી મેચમાં પાકિસ્તાને થાઇલેન્ડને હરાવીને સેમીમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે શુક્રવારના રોજ શ્રીલંકાએ મલેશિયાને અને ભારતે જાપાનને હરાવીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી.

ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે તા,20 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ સવારે 5.30 કલાકે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તા.20 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ સવારે 10.30 કલાકે રમાશે. આ બંને સેમિફાઇનલ મેચો જાપાનના નિશિન શહેરના ‘કોરોગી સ્પોર્ટ્સ પાર્ક’માં રમાશે. સેમિફાઇનલ બાદ 22 સપ્ટેમ્બરેને સવારે 5.30 કલાકે (આઈએસટી) બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમાશે. ત્યારબાદ આ જ દિવસે સવારે 10.30 કલાકે (આઈએસટી) ફાઇનલ - ગોલ્ડ મેડલ માટેનો મહામુકાબલો રમાશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક