• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

ધારી કોર્ટના ફોજદારી કેસમાં 22 વર્ષથી નાસતા ફરતા ચાર આરોપી ઝડપાયા

અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે છોટા ઉદેપુર અને અમદાવાદથી પકડી પાડ્યા

અમરેલી, તા.18: અમરેલીનાં ધારી એડી. ચીફ જ્યુડી. મેજી. કોર્ટના 22 વર્ષ જૂના ફોજદારી કેસના નાસતા ફરતા ચાર આરોપીઓને પેરોલ ફલો સ્કવોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સંખેડા તાલુકાના વાસણા ગામે આવેલા નીજાનંદ આશ્રમમાંથી મુખ્ય આરોપી હર્ષદભાઇ શામળજીભાઇ ઉર્ફે શામળભાઇ વ્યાસ અને તેના બે પુત્રો સમીરભાઇ હર્ષદભાઇ વ્યાસ તથા નીરજ હર્ષદભાઇ વ્યાસ (જે હાલ સ્વામી નીજાનંદગીરી તરીકે આશ્રમ ચલાવતા હતા) તેમજ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ચોથા આરોપી મુકેશભાઇ વ્યાસની ધરપકડ કરી છે. આ તમામ ચારેય આરોપીઓ છેલ્લા 22 વર્ષથી પોલીસ પકડથી દૂર રહી અલગ-અલગ જગ્યાએ છુપાયેલા હતા અને આશ્રમ કે મંદિરમાં સેવા-પૂજાનું કાર્ય કરતા હતા, જેમને પકડીને આગળની કાર્યવાહી અર્થે ધારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક