એશિયન
ગેમ્સનો પ્રારંભ જ ભારતનાં આંગણેથી થયો હતો.ભારતનાં આંગણે બે વખત એશિયન ગેમ્સ યોજાય
હતી. પ્રથમ એશિયન ગેમ્સ - 1951 અને બીજી એશિયન
ગેમ્સ 2010 માં, જે બન્ને નવી દિલ્હી ખાતે જ યોજવામાં આવી હતી. ભારત અત્યાર સુધી તમામ...
એટલે કે 19 એશિયન ગેમ્સ માં ભાગ લઇ ચૂક્યું છે. મજાની વાત તો એ છે કે ભારતે અત્યાર
સુધી માં દરેક એશિયન ગેમ્સ માં ઓછા માં ઓછો એક ‘ગોલ્ડ મેડલ’ મેળવેલ છે. જયારે ઓવર ઓલ
જોઈએ તો... ભારત અત્યાર સુધીનાં 19 રમતોત્સવ નાં મેડલટેલી માં સરેરાશ પાંચમું સ્થાન
ધરાવે છે.
પ્રથમ એશિયન ગેમ્સ : “એશિયન ગેમ્સ ફેડરેશન’’નાં આયોજન
હેઠળ પ્રથમ એશિયન ગેમ્સ 1951 માં નવી દિલ્હી ખાતે “ નેશનલ સ્ટેડિયમ “ કે..જે..પહેલા ઈરવિન એમફી થિયેટર નાં નામે ઓળખાતું
હતું ત્યાં 4થી, માર્ચ થી 11 મી માર્ચ દરમ્યાન
યોજાયો હતો.પ્રથમ એશિયન ગેમ્સમાં 11 દેશોનાં
કુલ 489 ખેલાડીઓ એ 6 રમતોની 57 ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો.
મેડલ્સ : પ્રથમ એશિયન ગેમ્સ માં ભારતે 15 ગોલ્ડ,
16 સિલ્વર અને 20 બ્રોન્ઝ સાથે કુલ 51 મેડલ્સ જીતી ને મેડલટેલીમાં ગૌરવવંતુ ‘િદ્વતીય સ્થાન ’ મેળવ્યું હતું. ભારત તરફથી સૌ
પ્રથમ મેડલ મેળવવાનું ઐતિહાસિક ગૌરવ તરણવીર કાંતિ શાહ એ 100 મીટર બેકસ્ટ્રોક સ્વામિંગમાં
’સિલ્વર મેડલ ’ મેળવીને મેળવ્યું હતું.જયારે સૌ પ્રથમ ગોલ્ડ મેડલ મેળવવાનું ઐતિહાસિક
ગૌરવ તરણવીર સચિન નાગ એ.. 100મીટર ફ્રી સ્ટાઇલમાં મેળવ્યું હતું જયારે મહિલા વિભાગ માં સૌ પ્રથમ મેડલ મેળવવાનું
બહુમાન એથ્લીટ રોશન મિસ્ત્રી એ 100 મીટર મહિલા દોડમાં સિલ્વર મેડલથી મેળવ્યું હતું.
ડાઇવિંગ
માં ભારતનાં ડાઇવર કે. પી. ઠકકરે બન્ને વિભાગમાં ગોલ્ડમેડલ જીતી ને ઇજારાશાહી સ્થાપી
હતી. તો વોટરપોલો અને ફૂટબોલમાં પણ ગોલ્ડમેડલ મેળવ્યા હતા. એથ્લેટ લેવી પિન્ટો એ તો
કમાલ કરી બતાવી હતી! તેમણે 100 મીટર અને 200 મીટર એમ બન્ને દોડમાં ગોલ્ડમેડલ મેળવ્યો
હતો અને 4 બાય 100 મીટર રીલેમાં સિલ્વર સાથે કુલ 3 મેડલ મેળવી હેટ્રિકની સિદ્ધિ મેળવી
હતી. ભારતે સૌથી વધુ મેડલ્સ એથ્લેટિક્સ માં કુલ 34 મેડલ્સ (10+12+12) મેળવ્યા હતા.
જે આજદિન સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
ઓવર
ઓલ મેડલ્સ : ભારતે અત્યાર સુધી માં એટલે કે 1951 થી આજાદિન સુધીમાં કુલ 778 મેડલ્સ
મેળવ્યા છે. જેમાં 183 ગોલ્ડ મેડલ, 238 સિલ્વર મેડલ અને 357 બ્રોન્ઝ મેડલનો સમાવેશ
થાય છે. ભારતે સૌથી વધુ અને 100 થી વધારે મેડલ એટલે કે કુલ 106 મેડલ્સ, 2022 માં હાંગઝોઉ
ખાતે યોજાયેલ 19 મી એશિયન ગેમ્સમાં મેળવી ને ચોથું સ્થાન મેળવ્યું હતું.જેમાં28 ગોલ્ડ,
38 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થતો હતો. ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ ગોલ્ડ
મેડલ 2022માં (28),2018માં (16) અને 1951 (15)માં મેળવ્યા છે . ભારતે 1951 માં દ્વિતીય,
1962માં તૃતીય અને 2022માં ચતુર્થ સ્થાન મેળવ્યું હતું.
રેકોર્ડ્સ : ભારતે એશિયાડ માં અનેક રેકોર્ડ સર્જયા છે. જેમાં
સર્વ શ્રેષ્ઠ દેખાવ મહિલા ખેલાડી પી. ટી. ઉષાનો જોવા મળે છે. એથ્લેટિક્સમાં ભારત ની
રમતવીરાંગના પી. ટી. ઉષાએ વ્યક્તિગત રીતે,
કારકિર્દી દરમ્યાન સૌથી વધુ 11 મેડલ્સ મેળવેલ
છે. જેમાં 4 ગોલ્ડ અને 7 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.(1982, 1986, 1990 અને 1994 નાં
એશિયાડ)
જસપાલ
રાણાએ શાટિંગમાં કુલ 8 મેડલ્સ મેળવ્યા હતા. જેમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ
મેડલનો સમાવેશ થાય છે. (1994, 1998, 2006-એશિયાડ), જયારે લિએન્ડર પેસ એ ટેનિસ માં કુલ
8 મેડલ્સ મેળવ્યા હતા. જેમાં 5 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. (1990,
1994, 2002, 2006, 2008)
મિલ્ખાસિંહ : ફ્લાઇંગ શીખનું બિરુદ મેળવનાર.. મિલ્ખાસિંહ એ એશિયન
ગેમ્સમાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જેમાં 1958માં 200 મીટર અને 400 મીટરમાં ગોલ્ડમેડલ
તેમજ 1962 માં 400 મીટર અને 4 બાય 400 મીટર રીલે માં ગોલ્ડ મેડલ મેળવી ને કુલ 4 ગોલ્ડ
મેડલ મેળવવાનું ગૌરવ મેળવ્યું હતું.
સૌથી
વધુ ગોલ્ડ : એશિયન ગેમ્સમાં સૌથી વધુ ગોલ્ડ
મેડલ મેળવવાનું બહુમાન લિયેન્ડર પેસ પાંચ ગોલ્ડ મેડલથી ધરાવે છે. તેમણે 1994 માં હિરોશીમાં
ખાતે મેન્સ ડબલ્સ અને મેન્સ ટીમમાં, 2002 માં બુશન ખાતે મેન્સ ડબલ્સમાં, 2006 માં દોહા
ખાતે મેન્સ ડબલ્સ અને મિક્સડ ડબલ્સમાં મેળવ્યા હતા.
શાટિંગમાં
વર્લ્ડ રેકોર્ડ : 2022ની 19 મી એશિયન ગેમ્સમાં ભારતની “10 મીટર એર
રાઇફલ ટીમ ’’ (દિવ્યાંશ, રુદ્રાન્કક્ષ અને ઐશ્વર્ય)એ.. 1893.7 પોઇન્ટથી એશીયન ગેમ્સ
રેકોર્ડ તો કર્યો પણ.. આ સાથે “વર્લ્ડ રેકોર્ડ’’ પણ નોંધાવ્યો હતો.
આર્ચરીમાં રેકોર્ડ : આર્ચરીમાં ભારતે 2022માં હાંગઝોઉ ખાતે યોજાયેલ
એશિયન ગેમ્સમાં 20 વર્ષનાં નાગપુરનાં ઓજસ દેઓટલે
અને આંધ્ર પ્રદેશનાં ચલ્લાપલ્લીની 26 વર્ષની
જ્યોથી સુરેખા વેન્નમ એ 3 -3 ગોલ્ડ મેડલ મેળવવાનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.
સતત મેડલવાળી રમતો : સતત ગોલ્ડ મેડલ જો મળ્યા હોય
તેવી રમતોમાં કબડ્ડી છે. જેમાં 1990 થી 2014 સુધીમાં સતત 7 ગોલ્ડ મેળવ્યા હતા. જયારે
મહિલા ટીમે સતત 2010 અને 2014 માં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
હોકીમાં
1958 થી 2022 સુધી 16 માંથી 15 વખત મેડલ મેળવેલ છે. 1966, 1998, 2014, 2022 માં ગોલ્ડ
મેડલ મેળવ્યા હતા. રેસાલિંગમાં 1962 થી દરેક વખતે મેડલ મેળવેલ છે. સતત 15 ગેમ્સથી મેડલ
મેળવેલ છે.
ક્રિકેટ : એશિયાડમાં
ક્રિકેટ રમતની શરૂઆત 2010 માં ગુઆંગ ઝહોઉ ખાતે યોજાયેલ સોળમાં એશિયાડથી પુરુષો અને
મહિલાઓ માટે થઈ હતી. 2010 થી આજ દિન સુધીમાં માત્ર એક વખત 2018 માં ક્રિકેટની રમત યોજવામાં
આવી ના હતી.
આ ત્રણ
વખત યોજાયેલી શ્રેણીમાં ભારતે 2022 માં હાંગઝહોઉ ખાતે રમાયેલ 19 મી એશિયાડમાં પુરુષ
અને મહિલા એમ બન્ને વિભાગોમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.