ક્ષ શ્રીલંકા સામેના
ઝ-20
મેચમાં બનાવ્યો મોટો રેકોર્ડ
નવી
દિલ્હી, તા. 18 : ઈંગ્લેન્ડનો વિકેટકીપર જોસ બટલર ટી20 ક્રિકેટમાં 15,000 રન કરનારો
પહેલો બેટ્સમેન બની ગયો છે. આટલું જ નહી વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી કીરોન પોલાર્ડને
પાછળ છોડીને ટી20 ક્રિકેટમાં સર્વાધિક રન કરનારા ખેલાડીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો
છે. બટલરે શ્રીલંકા સામે ઈંગ્લેન્ડના બીજા ટી20 મેચ દરમિયાન આ ઉપલબ્ધિ મેળવી હતી.
બટલરે
528 મેચમાં 35.46ની સરેરાશ અને 147.46ની સ્ટ્રાઈક રેટથી 15,000 રન કર્યા છે. બટલરે
ઈંગ્લેન્ડ, લંકાશાયર, મેનચેસ્ટર ઓરિજિનલ્સ, મેનચેસ્ટર સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઈટન્સ,
સમરસેટ, પાર્લ રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન, સિડની થંડર, કોમિલા વિક્ટોરિયન જેવી ટીમો અને
અલગ અલગ પ્રતિયોગીતામાં ભાગ લઈને રનનો રેકોર્ડ નામે કર્યો છે.
બટલરના
નામે 9 સદી અને 107 અર્ધસદી પણ છે. તેણે વિન્ડિઝના દિગ્ગજ ખેલાડી કીરોન પોલાર્ડને પાછળ
છોડયો છે. પોલાર્ડના નામે 754 મેચમાં 14,999 રન છે. ત્રીજા નંબરે એલેક્સ હેલ્સ છે.
જેણે 14581 રન કર્યા છે. જ્યારે ક્રિસ ગેલ 14562 રન સાથે ચોથા અને ડેવિડ વોર્નર
14284 રન સાથે પાંચમા ક્રમાંકે છે.