વિશ્વના અનેક નેતાની તબિયત બગડયાના
દાવા ભારતે ખોટા, ભ્રામક લેખાવ્યા
નવી દિલ્હી, તા. 17 : રાજધાનીમાં
બ્રિક્સ શિખર સંમેલન બાદ વિશ્વના અનેક નેતાઓ બીમાર પડયા હોવાની ચર્ચા સોશિયલ મીડિયા
પર જામી હતી, પરંતુ ભારતે આવા દાવાને ખોટા લેખાવ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે
‘એક્સ’ પર પોસ્ટ કરતાં આ દાવાને બોગસ અને ગેરમાર્ગે દોરનારા લેખાવ્યા હતા.
મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે
આ પોસ્ટ કરતાં લોકોને આવી નેતાઓની તબિયત બ્રિક્સ શિખર બેઠક પછી બગડવાની વાતો કરતી પોસ્ટથી
સાવધાન રહેવાની અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા
દાવાઓમાં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થયેલા કેટલાક પ્રમુખ નેતાઓનાં નામનો ઉલ્લેખ
પણ કરાયો છે.
આ નામોમાં ચીનના રાષ્ટ્રપતિ શી
જિનપિંગ તેમજ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનાં નામો સામેલ હતાં.
વિદેશ મંત્રાલયે બ્રિક્સ શિખર
સંમેલનમાં વિશ્વભરમાંથી આવેલા અનેક નેતાઓની તબિયત બગડી હોવાના દાવા ફગાવી દીધા છે.
ખાસ સમજવા જેવી હકીકત એ છે કે, કોઇ પણ દેશ તરફથી સત્તાવાર નિવેદન કરી તેમના નેતા બીમાર
થયા હોવાનું કહેવાયું નથી.