સપ્ટેમ્બરમાં પણ વરસાદની કમી યથાવત્ : અલ નીનોએ બગાડી સ્થિતિ
નવી
દિલ્હી, તા. 18 : ભારત ચાલુ વર્ષે 17 વર્ષના સૌથી નબળા ચોમાસા તરફ આગળ વધતું જોવા મળી
રહ્યું છે. મજબૂત થતા અલ નીનો વચ્ચે જૂનથી સપ્ટેમ્બરની ચોમાસુ સીઝનમાં અત્યારસુધીમાં
સામાન્યથી 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જો વરસાદની આવી કમી યથાવત્ રહેશે તો 2009 પછી
દેશનું સૌથી નબળું ચોમાસું બની શકે છે.
ભારતીય
હવામાન વિભાગ (આઈએમડી)ના કહેવા પ્રમાણે ચોમાસાની ઋતુમાં અત્યારસુધીમાં વરસાદ 15 ટકા
ઓછો થયો છે. મે મહિનામાં હવામાન વિભાગે 10 ટકા ઓછા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
2009માં
વરસાદ સામાન્ય કરતા 18 ટકા ઓછો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કંસલ્ટન્સી ગ્લોબલ વેધર ક્લાઈમેટ
એનાલિટિક્સના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિશ્ચિયન વર્નર અનુસાર સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં
બંગાળની ખાડીમાં હવામાન ચક્રવાત માટે અનુકુળ બની શકે છે.જેનાથી પૂર્વી અને પૂર્વોત્તર
ભારતમાં વરસાદ પડવાની શકયતા છે. જો કે વર્નરના માનવા અનુસાર તેનાથી દેશની તસવીરમાં
મોટો બદલાવ આવવાની સંભાવના ઓછી છે.
પુરા
ચોમાસા દરમિયાન વરસાદની કમી 13થી 16 ટકા વચ્ચે રહી શકે છે. બ્રિટનની લેકેસ્ટર યુનિવર્સિટી
સંબંધિત વિશેષ પ્લેટર્મો ક્રુશિયલે પણ ભારતના ચોમાસા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસાની સીઝનમાં વરસાદની કમી 10થી 20 ટકા રહેવાની 68
ટકા સંભાવના છે.
સમુદ્રમાં
નવા ચક્રવાતની હિલચાલ : વરસાદની સંભાવના
નવી
દિલ્હી, તા. 18 : દેશમાં નેઋઍત્યના ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે અને 19
સપ્ટેમ્બરથી ચોમાસું રાજસ્થાનથી પરત ફરવાની તારીખ હવામાન વિભાગે નક્કી કરી છે. જો કે
આ દરમિયાન એક નવી સિસ્ટમ દેશના પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગમાં વરસાદની નવી ઈનિંગ શરૂ
કરવાની તૈયારીમાં છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં મોસમી સિસ્ટમના
કારણે દેશભરના ઘણા વિસ્તારમાં આંધી-તોફાન સાથે જોરદાર વરસાદ થવાની સંભાવના છે.
હવામાન
વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર થાઈલેન્ડ ઉપર બનેલી ચક્રવાતી સિસ્ટમ 18 સપ્ટેમ્બરની
સાંજ સુધીમાં ઉત્તર અંદામાન સાગર પહોંચી શકે છે. તેના પ્રભાવથી 19 સપ્ટેમ્બરની સાંજે
ઓછા દબાણનું ક્ષેત્ર બનવાનું અનુમાન છે. આ પ્રણાલી આગામી ત્રણ ચાર દિવસમાં આગળ વધતા
ઓરિસ્સા તરફ ફંટાઇ શકે છે.
આઈએમડીએ
કહ્યું હતું કે, આ પ્રણાલીના પ્રભાવથી 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં અમુક સ્થળે
વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં વરસાદની સ્થિતિમાં તેજીની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર
ગુજરાત અને આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું હોવાથી વરસાદની શક્યતા
છે. પૂર્વી રાજસ્થાન, પંજાબ, દિલ્હી, પશ્ચિમ યુપી વગેરે સ્થળે પણ વરસાદ પડી શકે છે.