સરની સમગ્ર પ્રક્રિયાને આરંભથી શૂન્ય ઘોષિત કરવાની માગણીઃ જ્ઞાનેશ કુમાર પાસેથી અધિકૃત સ્પષ્ટતાની માગ
નવીદિલ્હી, તા.28ઃ
મતદાર યાદીનાં
વિશેષ ઘનિષ્ઠ
સુધારણા(સર)
કાર્યક્રમ દરમિયાન
મુખ્ય ચૂંટણી
કમિશનર(સીઇસી)
જ્ઞાનેશ કુમાર
દ્વારા મનમાની
ચલાવવામાં આવી
હોવાનાં ઘટસ્ફોટને
પગલે દેશની
રાજનીતિમાં ઘમસાણ
મચી ગયું
છે ત્યારે
બીજીબાજુ જ્ઞાનેશ
કુમાર દ્વારા
સુપ્રીમ કોર્ટમાં
પણ એક
લોકહિત અરજી
દાખલ ગઈ
છે. આમાં
આરોપ લગાવવામાં
આવ્યો છે
કે, ચૂંટણી
પંચનાં નામે
એવા ફેંસલા
કરવામાં આવે
છે જેમાં
ચૂંટણી કમિશનર
સુખબીર સિંહ
સંધુ અને
વિવેક જોશીની
સહમતી હાંસલ
નહોતી.
આ અરજીમાં
ક્વો વોરન્ટો
રીટ જારી
કરવાની માગ
કરવામાં આવી
છે. આનાં
માધ્યમથી મુખ્ય
ચૂંટણી કમિશનરને
એ જણાવવા
માટે કહેવામાં
આવ્યું છે
કે, તેમણે
ક્યાં અધિકાર
તળે આવી
શક્તિનો ઉપયોગ
કર્યો અને
હજી પણ
કરી રહ્યાં
છે જે
બંધારણના અનુચ્છેદ
324 હેઠળ ચૂંટણી
પંચને સામૂહિક
રીતે જ
હાંસલ છે.
રાકેશ કુમાર
સિંહ દ્વારા
દાખલ કરવામાં
આવેલી આ
અરજીમાં ચૂંટણી
પંચની શક્તિઓનાં
ધીમા કેન્દ્રીકરણનો
આરોપ પણ
મૂકવામાં આવ્યો
છે. આ
ઉપરાંત અરજીમાં
સર અને
તેનાં અંતર્ગત
કરવામાં આવેલી
તમામ કાર્યવાહી,
નિર્દેશ અને
પગલાંને આરંભથી
શૂન્ય અને
ગેરકાનૂની જાહેર
કરવાની માગણી
પણ કરવામાં
આવી છે.