ભાલાફેંકમાં યશવીરને સિલ્વર, રોહિતે જીત્યો બ્રોન્ઝ : વિત્યા રામરાજે પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડયો
નવી
દિલ્હી, તા.28 : એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી 8 નવા મેડલ ઉમેર્યા
છે. ટ્રેક એન્ડ ફિલ્ડથી લઈને શાટિંગ સુધી, ભારતીય એથ્લેટ્સે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
જેનાં કારણે ભારત હવે 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ સાથે 45 મેડલ જીત્યું છે અને
મેડલ ટેલીમાં 12મા સ્થાને બિરાજમાન છે.
ઇજાનાં
કારણે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા આ વખતના એશિયન ગેમ્સમાં રમી રહ્યા નથી પરંતુ ભારતના
યુવા ખેલાડીઓએ તેમની ગેરહાજરી વર્તાવા દીધી નહોતી. પુરુષોની જ્વેલિન થ્રો (ભાલાફેંક)
ઇવેન્ટમાં હરિયાણાના 24 વર્ષીય યશવીર સિંહે 85.72 મીટરના તેના પર્સનલ બેસ્ટ થ્રો સાથે
સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યો છે જ્યારે રોહિત યાદવે 84.35 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ
મેડલ જીતીને પોડિયમ પર ભારતનો દબદબો જાળવી રાખ્યો હતો.
ટ્રેક
પર ભારતીય મહિલા એથ્લેટ વિત્યા રામરાજે એક નવો ઈતિહાસ રચ્યો છે. વિત્યાએ મહિલાઓની
400 મીટર હર્ડલ્સમાં 54.75 સેકન્ડનો સમય નોંધીને માત્ર બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ
સાથે દિગ્ગજ દોડવીર પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો.
પી.ટી. ઉષાએ 1984ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં 55.42 સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો.
સ્ટાર
જમ્પર મુરલી શ્રીશંકરે પુરુષોની લોંગ જમ્પ ફાઇનલમાં 8.07 મીટરના શાનદાર કૂદકા સાથે
સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યો હતો જ્યારે ઉત્તર પ્રદેશના અતરોલી ગામના લોંગ-ડિસ્ટન્સ
રનર ગુલવીર સિંહે 1500 મીટર રેસમાં 3 મિનિટ 36.72 સેકન્ડના પોતાના પર્સનલ બેસ્ટ સમય
સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે, 25 સપ્ટેમ્બરે 10,000 મીટર દોડમાં પણ
તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
મહિલાઓની
5000 મીટર દોડમાં પારુલ ચૌધરીએ 15 મિનિટ 14.61 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો
હતો. તેણે અંતિમ લેપમાં જોરદાર સ્પીડિંગ કરીને કઝાકિસ્તાનની નોરા તાનુઈને પાછળ છોડી
દીધી હતી. આ ઈવેન્ટનો ગોલ્ડ વિનફ્રેડ મુતિલે યાવીએ જીત્યો હતો.
શાટિંગ
રેન્જ પર મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ઈશા સિંહે સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું
હતું. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 580 અંક સાથે ફાઇનલમાં પ્રવેશનાર ઈશા અને ચીનની જિયાઓ
જિયારુઇક્સુઆન વચ્ચે આખરી રાઉન્ડમાં 38-38 પોઇન્ટથી ટાઈ થઈ હતી. ત્યારબાદ ગોલ્ડ મેડલનો
નિર્ણય શૂટઆઉટથી લેવાયો હતો, જેમાં ચીની શૂટરે બાજી મારી હતી અને ઈશાને સિલ્વરથી સંતોષ
માનવો પડયો હતો. ભારતની અન્ય સ્ટાર શૂટર મનુ ભાકર આ ઇવેન્ટના મેડલ રાઉન્ડ સુધી પહોંચવામાં
નિષ્ફળ રહી હતી.
પિન્કી
બલહારાએ એશિયન ગેમ્સની કુરાશ સ્પર્ધામાં મહિલાઓના 78 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ
પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ સાથે જ પિન્કીએ 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં મેળવેલી
પોતાની સફળતાનું ગૌરવપૂર્ણ પુનરાવર્તન કર્યું છે.
હોકીની
સેમિફાઈનલમાં ભારત-પાકિસ્તાનની ટક્કર
ગ્રુપ
સ્ટેજના પોતાના અંતિમ મુકાબલામાં ભારતીય ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કરતા બાંગ્લાદેશને
10-0 ના જંગી અંતરથી એકતરફી હાર આપી હતી. આ મેચમાં ભારતીય ખેલાડીઓ મેદાન પર સંપૂર્ણપણે
છવાયેલા રહ્યા હતા. ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરનો શ્રેષ્ઠ ઉપયોગ કરતા
મેચમાં 4 શાનદાર ગોલ ફટકાર્યા હતા. આ વિજય સાથે ભારતે સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી
કરી છે. હવે હોકી ચાહકોને અત્યંત રોમાંચક મુકાબલો જોવા મળશે, કારણ કે આગામી 1 ઓક્ટોબરના
રોજ રમાનારી સેમિફાઇનલ મેચમાં ભારતનો સામનો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.
હવે
પાકિસ્તાન વોલીબોલ ટીમ
પણ
બની અવ્યવસ્થાનો ભોગ
જાપાનમાં
રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં લોજિસ્ટિકલ વ્યવસ્થા અને આયોજનને લઈને ફરિયાદોનો દોર યથાવત્
છે. ઉઝબેકિસ્તાન સામેની મહત્ત્વપૂર્ણ ‘પૂલ એ’ મેચ પૂર્વે પાકિસ્તાનની વોલીબોલ ટીમને
ભૂલથી અન્ય કોઈ સ્થળે લઈ જવામાં આવી હતી. પાકિસ્તાન ટીમના કેપ્ટન મુરાદ જહાને ઇન્સ્ટાગ્રામ
પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી,. બસ ડ્રાઇવરની ભૂલનાં કારણે ટીમ બીજા જિમ્નેશિયમ
પહોંચી ગઈ હતી, જેના લીધે ખેલાડીઓ પાસે મેચ પહેલા તૈયારી માટે ખૂબ જ ઓછો સમય બચ્યો
હતો. બસમાં રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જહાને જણાવ્યું હતું કે, અમારી મહત્ત્વપૂર્ણ
મેચ છે અને બસ ડ્રાઇવરને એ જ ખબર નથી કે અમારે કયા જિમ્નેશિયમમાં રમવા જવાનું છે. તેણે
ખોટો રસ્તો પકડયો અને અમને ખોટાં સ્થળે લઈ આવ્યો.
મનુ
ભાકર મેડલ વિના પરત ફરશે
પેરિસ
ઓલિમ્પિકમાં બેવડી સિદ્ધિ મેળવનાર ડબલ ઓલિમ્પિક મેડાલિસ્ટ મનુ ભાકર જાપાનના આઇચી-નાગોયા
ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ચાર સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ એક પણ મેડલ જીત્યા વિના
ખાલી હાથે પરત ફરશે. ભારતની સૌથી મોટી મેડલની આશા ગણાતી મનુનું આ પરિણામ અત્યંત અણધાર્યું
છે. આ સાથે જ ભારતીય શાટિંગ દળનું પ્રદર્શન પણ અગાઉની આવૃત્તિ (હાંગઝોઉ) જેટલું પ્રભાવશાળી
રહ્યું નથી. ભારતે 2023માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 7 ગોલ્ડ સહિત કુલ 22 શાટિંગ મેડલ
જીતીને ઇતિહાસ રચ્યો હતો.
હાર
બાદ પીવી સિંધુની ભાવુક પોસ્ટ
બે
વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ પી વી સિંધુએ એશિયન ગેમ્સની વિમેન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં
ચીનની ચેન યુફેઈ સામે પરાજય બાદ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. સિંધુએ
નિરાશા વ્યક્ત કરતા લખ્યું કે તે જીતથી માત્ર 3 પોઇન્ટ દૂર હતી. નિર્ણાયક સમયે લાંબી
રેલીઓમાં તક ગુમાવવાનું તેને ભારે દુ:ખ છે અને તે સતત એ ત્રણ પોઇન્ટ્સ વિશે જ વિચારી
રહી છે. 2014થી શરૂ થયેલી પોતાની એશિયન ગેમ્સની સફર યાદ કરતા તેણે કહ્યું કે, મેં ભારત
માટે મારું સર્વસ્વ આપ્યું છે. ગર્વ કરવા માટે ઘણાં કારણો છે અને માત્ર એક નિરાશાજનક
પરિણામ મારી આ સફરને વ્યાખ્યાયિત કરી શકે નહીં. મોડી રાત સુધી જાગીને સમર્થન આપનાર
તમામ ચાહકોનો આભાર માનતા સિંધુએ ભવિષ્યમાં ફરીથી મજબૂત પ્રયાસ કરવાનો અને વાપસી કરવાનો
નિર્ધાર વ્યક્ત કર્યો હતો.