સર્જિકલ સ્ટ્રાઈકના દસ વર્ષ પૂર્ણ થવા પર મન કી બાતમાં શૌર્યને બિરદાવ્યું
નવી દિલ્હી,
તા. 27 ઃ
વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ જણાવ્યું
હતું કે
પાકિસ્તાનમાં આતંકવાદીઓના
અડ્ડાઓ પર
ભારતીય સેના
દ્વારા કરવામાં
આવેલી સર્જિકલ
સ્ટ્રાઈકે વિશ્વ
સમક્ષ ભારતની
આતંકવાદ-િવરોધી
નીતિનું એક
નવું ઉદાહરણ
રજૂ કર્યું
હતું. આજે
આકાશવાણી પર
’મન કી
બાત’ના 138મા
પ્રસારણમાં સંબોધન
કરતાં તેમણે
ઉલ્લેખ કર્યો
હતો કે
દેશ આવતીકાલે
28 સપ્ટેમ્બરે આ
સ્ટ્રાઈકની દસમી
વર્ષગાંઠ મનાવશે.
વડાપ્રધાને નોંધ્યું
કે વિશ્વ
એ જોઈને
આશ્ચર્યચકિત થઈ
ગયું હતું
કે કેવી
રીતે બહાદુર
ભારતીય સૈનિકોએ
આતંકવાદ સામે
સર્જિકલ સ્ટ્રાઈક
કરવા માટે
અંકુશરેખા (એલઓસી)
પાર કરી
હતી.
તેમણે કહ્યું
કે દેશે
લાંબા સમય
સુધી આતંકવાદી
હુમલાઓની પીડા
સહન કરી
હતી અને
સર્જિકલ સ્ટ્રાઈક
તેનો નિર્ણાયક
જવાબ હતો.
મોદીએ ઉમેર્યું
કે છેલ્લા
એક દાયકામાં
બાલાકોટ એરસ્ટ્રાઈકથી
લઈને ’ઓપરેશન
સિંદૂર’ સુધી
- ભારતે વારંવાર
એ સંદેશ
આપ્યો છે
કે આતંકવાદી
હુમલાઓનો જડબાંતોડ
જવાબ આપવામાં
આવશે.
વસ્તી ગણતરી
અંગે વડાપ્રધાને
જણાવ્યું કે
લગભગ તમામ
રાજ્યોમાં પ્રથમ
તબક્કો પૂર્ણ
થઈ ગયો
છે અને
32 કરોડથી વધુ
પરિવારોનો ડેટા
નોંધવામાં આવ્યો
છે. તેમણે
માહિતી આપી
કે હાલમાં
લદ્દાખ, હિમાચલ
પ્રદેશ, જમ્મુ-કાશ્મીર
અને ઉત્તરાખંડના
દુર્ગમ અને
બરફથી ઘેરાયેલા
વિસ્તારોમાં કામ
ચાલી રહ્યું
છે. તેમણે
સ્પષ્ટ કર્યું
કે વસ્તી
ગણતરી એ
દરેક માટે
રાષ્ટ્રીય જવાબદારી
છે.