‘ચાઇનામેન’ કુલદીપ યાદવના 4 વિકેટ : 295 રનના જવાબમાં 41.4 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી જીત મેળવી
તિરુવનંતપુરમ,
તા.27:
તિરુવનંતપુરમના
ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે
પરાજય આપ્યો છે. પ્રથમ બાટિંગ કરતા કેરેબિયન ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે
295 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે શાનદાર બાટિંગનું પ્રદર્શન
કરતા માત્ર 41.4 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને (300/2) લક્ષ્યાંક આસાનીથી પાર કરી લીધો
હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 1-0 ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી
છે.ભારતના આ શાનદાર વિજયના મુખ્ય શિલ્પી ‘રન મશીન’ વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલ
રહ્યા હતા. વિરાટ કોહલીએ ફરી એકવાર ‘ચેઝ માસ્ટર’ તરીકેની પોતાની વિખ્યાત ભૂમિકા સાર્થક
કરતા અણનમ 139 રનની મેચ-વાનિંગ ઇનિંગ્સ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સ સાથે કોહલીએ તેની
વન-ડે કારકિર્દીની 55મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 86મી સદી ફટકારીને વધુ એક ઐતિહાસિક
સિદ્ધિ પોતાના નામે કરી છે. રોહિત શર્માએ ઓપાનિંગમાં 32 રન કર્યા હતા.
આ પહેલા
ટોસ હારીને પ્રથમ બાટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટે 295 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જસ્ટિન ગ્રીવ્સની કારકિર્દીની સૌપ્રથમ વન-ડે સદી (101 રન) અને જોન કેમ્પબેલ (62 રન)
સાથેની 135 રનની મજબૂત ઓપાનિંગ ભાગીદારી નોંધાવી હતી. જોકે, ‘ચાઇનામેન’ કુલદીપ યાદવના
4 વિકેટના કાતિલ સ્પેલ સામે કેરેબિયન મિડલ ઓર્ડર તૂટયો હતો. અંતિમ ઓવરોમાં આમિર જંગુની
58 રનની અણનમ આક્રમક ઇનિંગ્સે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.