• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

અમેરિકાનાં બીજા હુમલામાં પણ બચી ગયા હતાં મોઝતબા ખામેની

ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ભર્તી હતાં ત્યારે હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવી હતી

નવીદિલ્હી, તા.27ઃ ઈરાનમાં 26 ફેબ્રુઆરીનાં રોજ અમેરિકા અને ઈઝરાયલે કરેલા ભીષણ હુમલામાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનાં મૃત્યુ બાદ ઈરાનનું નેતૃત્વ સંભાળનાર નવા સર્વોચ્ચ નેતા મોઝતબા ખામેની વિશે એક સનસનાટીભર્યા ખુલાસામાં બહાર આવ્યું છે કે, શરૂઆતી હુમલામાં ઘાયલ થયા બાદ મોઝતબાને ઈલાજ માટે તહેરાનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં પણ હોસ્પિટલને નિશાન બનાવતા હુમલા પણ થયા હતાં. જેમાં આખરે મોઝતબાને હોસ્પિટલમાં કાટમાળમાંથી જીવિત બહાર કાઢવામાં આવ્યા હતાં.

ઈરાનની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સનાં સદસ્ય અને વરિષ્ઠ ધર્મગુરુ મોહસીન હૈદરીએ આ ઘટસ્ફોટ કર્યો હતો અને નવેસરથી ખામેનીનાં સ્વાસ્થ્ય, તેમની જાહેર ગેરહાજરી અને ગુપ્ત સ્થળ અંગે દુનિયામાં ચર્ચા છેડાઈ ગઈ છે. હૈદરીનાં કહેવા અનુસાર 28મી ફેબ્રુઆરીએ તહેરાનમાં થયેલા હુમલામાં મોઝતબા ગંભીર રીતે ઘવાયા હતાં. જ્યારે દુશ્મનોને ખ્યાલ આવ્Îો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે ત્રણ જુદી જુદી હોસ્પિટલ ઉપર બોમ્બમારો ચલાવવામાં આવ્યો હતો. જેમાં મોઝતબા ત્રીજી હોસ્પિટલમાં મોજૂદ હતાં અને તેમને હોસ્પિટલમાં મલબામાંથી જીવિત બહાર કાઢવામાં આવ્યા હતાં.

 આ હુમલા બાદથી મોઝતબા ગુપ્ત સ્થાને જતા રહ્યાં છે અને ત્યારથી અત્યાર સુધીમાં તેઓ કોઈ જાહેર સ્થાને દેખાયા નથી કે નથી તેમનો કોઈ ઓડિયો-વીડિયો સંદેશો જારી થયો.

ઇ-પેપરના નવા શુલ્ક