• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

પાક. સાથે રક્ષા સહયોગ સામે અમેરિકાને ભારતની ચેતવણી

એફ-16 વિમાનને અપગ્રેડ કરવાનાં અમેરિકી પેકેજ સામે ભારતે વાંધો દર્શાવ્યો

નવીદિલ્હી, તા.29: અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવી રહેલા એફ-16 વિમાન પેકેજ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ફિલીપીન્સમાં અમેરિકાનાં રક્ષામંત્રી પીટ હેગસેથને મળ્યા હતાં અને આ મુલાકાતમાં વાંધો વ્યક્ત કરતાં રાજનાથે સ્પષ્ટ કહ્યું હતું કે, પાક. આતંકવાદને પોષે છે. આ સ્થિતિમાં જો તેને યુદ્ધ વિમાનો અપગ્રેડ કરવાનું પેકેજ મળે તો તેનો દુરુપયોગ થઈ શકે છે. રાજનાથ સિંહ આસિયાન રક્ષામંત્રીની બેઠકમાં ભાગ લેવા માટે ફિલીપીન્સ ગયા છે અને ત્યાં તેમની મુલાકાત અમેરિકાનાં રક્ષામંત્રી સાથે થઈ હતી. આ દરમિયાન તેમેણે રક્ષા સહયોગ માટે પણ બેઠક યોજી હતી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ હાલમાં જ પાક. માટે 68.6 કરોડ ડોલરનું પેકેજ મંજૂર કર્યુ હતું. આમાં પાક. પોતાનાં 70 જૂના એફ-16 વિમાનોને અપગ્રેડ કરશે અને તેને 2040 સુધી સંચાલિત કરવા યોગ્ય બનાવશે. ઉલ્લેખનીય છે કે, આ વિમાનની આવરદા 2030 સુધીમાં સમાપ્ત થઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક