લેબર
કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી; ત્રણ આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી રાજકોટ જેલમાં
મોરબી,
તા.29 ઃ વાંકાનેરના લેબર કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી
નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સરફરાજ
હુશેન મકવાણા રાજકોટ જેલમાં બંધ હોવાથી તેને લાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
ફરિયાદ
મુજબ, દેવેન્દ્રભાઈએ વર્ષ 2022માં સરફરાજ પાસેથી 10 ટકાના વ્યાજે રૂ.10 લાખ લીધા હતા.
આરોપી હત્યાના ગુનામાં જેલમાં હોવાથી તેના સાગરીતો મારફતે ઉઘરાણી કરાવતો હતો. પેરોલ
પર બહાર આવ્યા બાદ છરી બતાવી ધમકી આપી હતી. ફરિયાદમાં રૂ.35 લાખ વસૂલ્યા બાદ પણ વધુ
રૂ.15.50 લાખની માગણી કરી ધમકાવ્યાનો ઉલ્લેખ કરાયો છે.
વાંકાનેર
સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સાકીર ઇકબાલ ઘોઘારી (મોરબી), રમજાન
ઉર્ફે રમજુ કરીમ માડકિયા (ટંકારા) અને પુનીત કનૈયાલાલ મનવાણી (મોરબી)ને ઝડપી લેવામાં
આવ્યા છે. પોલીસે મુખ્ય આરોપીને જેલમાંથી લાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.