• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકા પાસે 40 રનની સામાન્ય સરસાઈ

જોશ ઇંગ્લિસની સદી : દક્ષિણ આફ્રિકાના 4 વિકેટે 140 રન બનાવ્યા

 કેપટાઉન, તા.29: ન્યૂલેન્ડ્સ ખાતે રમાઈ રહેલી નિર્ણાયક ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ત્રીજા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ પોતાના બીજા દાવમાં 4 વિકેટે 140 રન બનાવી લીધા છે અને હાલ તે 40 રનની નજીવી સરસાઈ ધરાવે છે.

 અગાઉ ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં 429 રનનો જંગી સ્કોર ખડકીને 100 રનની પ્રથમ ઇનિંગ્સ લીડ હાંસલ કરી હતી. મિડલ ઓર્ડરમાં જોશ ઇંગ્લિસે 135 બોલમાં 102 રનની લડાયક સદી ફટકારી હતી. વિકેટકીપર એલેક્સ કેરીએ 80 રન, મેટ રેનશોએ 74 અને કેમરોન ગ્રીને 65 રનનું મૂલ્યવાન યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી સ્પિનર સિમોન હાર્મરે મહત્વની સફળતાઓ મેળવી હતી. યજમાન ટીમ પ્રથમ દાવમાં 329 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. 100 રનની ખાધ સાથે મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો હતો, જ્યારે ઓપનર એડન માર્કરમ માત્ર 1 રન બનાવી મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. જોકે, માર્ક્સ એકરમેને 62 રન ફટકારીને ઇનિંગ્સ સંભાળી હતી. કેપ્ટન ટેમ્બા બવુમાએ 115 બોલ રમીને 35 રનની ઇનિંગ્સ રમી હતી. દિવસના અંતે મેથ્યુ બ્રીટ્ઝકે 19 રને અને રાયન રિકલ્ટન 8 રને અણનમ રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક