શેરબજારમાં પારદર્શકતાના મામલે મહુઆની અરજી પર સુપ્રીમ
નવી
દિલ્હી, તા. 29 : શેરબજારમાં પારદર્શકતાના મહત્ત્વના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે
એવી ટિપ્પણી કરી હતી કે સેબીને વૈકલ્પિક રોકાણફંડ, વિદેશી પોર્ટફોલિયો જેવી જાણકારી
જાહેર કરવાનો નિર્દેશ આપી ન શકાય.
‘સેબી’
સાથે જોડાયેલી તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રાની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમે
આવી ટિપ્પણી કરી હતી.
અદાલતે
કહ્યું હતું કે, આવા આદેશ આપવા માટે વર્તમાન કાનૂની અથવા નિયામક વ્યવસ્થાનું હોવું
જરૂરી છે.
સુનાવણીની
શરૂઆતમાં જસ્ટિસ બી. વી. નાગરરત્ના, આર. મહાદેવન અને ડી. કે. ઉપાધ્યાયની ખંડપીઠે મોઇત્રાના
અરજી કરવા પર જ સવાલ ઉઠાવ્યો હતો.
અદાલતે
જણાવ્યું હતું કે, તમે આ મુદ્દો સંસદમાં ઉઠાવી શકતા હતા અને તેના પર ચર્ચા કરાવવાની
માંગ કરી શકતા હતા. કોઇ મોજૂદ કાનૂની વ્યવસ્થા વિના આદેશ આપી ન શકાય, તેવું કહીને સુપ્રીમની
ખંડપીઠે મોઇત્રાની અરજીનો નિકાલ લાવી દીધો હતો.
મહુઆના
વકીલ પ્રશાંત ભૂષણે એવી દલીલ આપી હતી કે, કાનૂની વ્યવસ્થા નહીં હોવા છતાં સુપ્રીમ કોર્ટ
સેબીને આવી જાણકારી જાહેર કરવાનો નિર્દેશ આપી શકે છે.