• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ડિજીટલ છેતરપિંડી : ગ્રાહક સુરક્ષા બેન્કોનું કર્તવ્ય

સુપ્રીમનું આકરું વલણ : ગ્રાહકોને સુરક્ષા આપવામાં વિફળ રહે તો નુકસાન ભરપાઈ માટે બેન્કો પણ જવાબદાર બનશે

નવીદિલ્હી, તા.29 : ડિજીટલ એરેસ્ટના વધતા બનાવો સામે હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. અદાલતે કહ્યું હતું કે, ડિજીટલ છેતરપિંડીમાં પીડિતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે બેન્કોને પણ જવાબદાર બનાવવી જોઈએ. આ દરમિયાન વોટ્સએપ તરફથી સર્વોચ્ચ અદાલતને જણાવવામાં આવ્યું હતું કે, તેના દ્વારા અત્યાર સુધીમાં 9400 જેટલા સંદિગ્ધ એકાઉન્ટ-નંબરને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક(આરબીઆઈ)નાં કેવાયસી સુધારા નિર્દેશોની તપાસ કરવાની વાત પણ કરી હતી. આ નિર્દેશ 31 ડિસેમ્બર સુધીમાં લાગુ કરવાનાં છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ગ્રાહકો સાથે છેતરપિંડી થતાં બેન્કોનું પણ ગ્રાહક પ્રત્યે કર્તવ્ય બને છે. અસામાન્ય વ્યવહાર વિશે નજીકનાં પોલીસ સ્ટેશનને તુરંત સૂચિત કરવા જોઈએ. ડિજીટલ છેતરપિંડીને પહોંચી વળવા અને પીડિતોને સુરક્ષા પ્રદાન કરવા માટે આ મહત્ત્વનું છે.

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું હતું કે, બેન્કોએ પોતાની જવાબદારી સમજવી પડશે. છેતરપિંડીના કિસ્સામાં તેની નિક્રિયતા સ્વીકાર્ય નહીં રહે. ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ બેન્કોની પ્રાથમિકતા હોવી જોઈએ. ઉચિત સાવધાની વર્તવામાં બેન્કોની વિફળતાનાં કારણે જો ગ્રાહક ડિજીટલ છેતરપિંડીનો શિકાર બનશે તો નાણાકીય સંસ્થાએ પીડિતનાં નુકસાનની ભરપાઈ કરવાની થશે. ˘

ડિજિટલ અરેસ્ટ કૌભાંડોમાં ગુનેગારો પોલીસ કે સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને લોકોને ધમકાવે છે. તેઓ પીડિતોને ઓનલાઇન વ્યવહારો કરવા કે પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરે છે; આ માટે  તેઓ ઘણીવાર પીડિતોને એવો વિશ્વાસ અપાવે છે કે, તેમની સામે કોઈ કાયદેસરનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આવા કૌભાંડોને કારણે લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે. આ એક ગંભીર ગુનો છે જેનું પ્રમાણ વધી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, ડિજિટલ ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિઓને તેમના નુકસાન બદલ બેંકોએ વળતર ચૂકવવું પડશે. બેંકોએ શંકાસ્પદ વ્યવહારો પર ચાંપતી નજર રાખવી જરૂરી છે અને કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ વિશે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. આરબીઆઈના કેવાયસી નિયમો અંગેની કડક તપાસ બેંકો પર દબાણ વધારશે, જેનાથી તેઓ તેમની સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક