પીએમ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે : બનાસકાંઠા-કેવડિયાની મુલાકાત લેશે
31મીએ
સરદાર પટેલની જન્મજયતિ નિમત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત સમારોહમાં ભાગ લેશે
(અમારા
પ્રતિનિધિ તરફથી ): અમદાવાદ, તા.29: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ
ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 અને 31 ઓક્ટોબરના રોજ પીએમના બે દિવસીય સત્તાવાર
ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની
ભેટ આપશે. બનાસકાંઠા, ગાંધીનગર અને કેવડિયામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ,
લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના દ્વારા કરાશે.
30મીએ
પીએમ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં
ઉપસ્થિત રહેશે. 31મી ઓક્ટોબરે પીએમ મોદી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી
જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેવડિયામાં વડાપ્રધાનની
હાજરીમાં એકતા પરેડ
પણ
યોજાશે.
વડાપ્રધાન
મોદીના પ્રવાસ દરમિયાન કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડ ખાસ આકર્ષણ રહેશે. આ વખતે પહેલીવાર
એકતા પરેડ સાંજે યોજાશે. ત્યારબાદ પીએમ કેવડિયાથી રાત્રે વડોદરા એરપોર્ટ પહોંચશે અને
બાદમાં વિશેષ વિમાન મારફતે નવી દિલ્હી પરત રવાના થશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને
લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી
પૂર્વે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
30
ઓક્ટોબરે, સવારે આશરે 9:30 વાગ્યે, પીએમ બનાસકાંઠાના ભીલડીમાં સ્થપાયેલા એમ્બ્રિયો
ટ્રાન્સફર ટેકનોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રાડિંગ એન્ડ
રિસર્ચ સેન્ટર કેટલ ફાર્મની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે, તેઓ બનાસકાંઠામાં
રૂ.14,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને
સમર્પણ કરશે. તેઓ પીએમ-કિસાન હેઠળ રૂ.19,000 કરોડનો 24મો હપ્તો પણ રજૂ કરશે, બે ટ્રેન
સેવાઓને લીલી ઝંડી બતાવશે અને આ પ્રસંગે જનસભાને સંબોધને કરશે.
ત્યારબાદ,
પીએમ કેવડિયાના એકતા નગર પહોંચશે. જ્યાં પીએમના હસ્તે ’ભારત પર્વ 2026’ નું ઉદ્ઘાટન
કરવામાં આવશે. રાત્રે પીએમની ઉપસ્થિતિમાં નર્મદા આરતી યોજાશે. 31 ઓક્ટોબરે, સવારે આશરે
9 વાગ્યે, પીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજાલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતા નગરમાં
રૂ.400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને
સમર્પણ કરશે. એકતા નગર ખાતે રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની પીએમ મુલાકાત લેશે.