• રવિવાર, 01 નવેમ્બર, 2026

દેશમાં દોડશે વધુ એક બુલેટ ટ્રેન

ઇ દિલ્હીથી વારાણસી 10મા સ્થાને માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચશે

નવી દિલ્હી, તા. 31 ઃ મુંબઈથી અમદાવાદ બાદ દેશમાં વધુ એક બુલેટ ટ્રેનનું એલાન કરાયું છે. રાજધાની નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન એક કલાકમાં દિલ્હીથી આગ્રા પહોંચી જશે.

દિલ્હીથી વારાણસીની સફર આ ટ્રેન સાડા ત્રણ કલાકમાં પૂરી કરશે. દેશના રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-વારાણસી-ગુવાહાતી બુલેટ ટ્રેનના નોર્ધન કોરિડોરને મંજૂરી આપી દીધી છે.

આ કોરિડોર દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનઉ અને અયોધ્યાને જોડશે. ત્યારબાદ, વારાણસી, પટણા અને સિલીગુડી પરથી ગુવાહાતી પહોંચશે. વારાણસીથી દિલ્હીનું અંતર 807 કિ.મી. છે. તેજસ અને રાજધાની જેવી ટ્રેનોને આ અંતર કાપતાં 10 કલાકથી વધુ સમય લાગી જાય છે. આમ, બુલેટ ટ્રેન માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચાડશે, જેથી યાત્રીઓના સમયની મોટી બચત થઈ શકશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક