• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ગુજરાત ટાઇટન્સ સાથે જોડાશે યુવરાજ ?


માર્ગદર્શક ગૈરી કસ્ટર્ને ટીમ છોડી, નેહરાની વિદાઈ સંભવ

 

નવી દિલ્હી, તા.ર4 : આઇપીએલની નવી સિઝનમાં ગુજરાત ટાઇટન્સમાં મહત્ત્વના બદલાવમાં મુખ્ય કોચ આશિષ નેહરાની વિદાઈ અને પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ જોડાય તેવી સંભાવના છે.

સૂત્રો અનુસાર મુખ્ય કોચ આશિષ નેહરા અને ક્રિકેટ નિર્દેશક વિક્રમ સોલંકી ફ્રેન્ચાઇઝીથી અલગ થાય તેવી સંભાવના છે. બન્ને વર્ષ ર0રરમાં ટીમ સાથે જોડાયા હતા. ગુજરાત ટાઇટન્સે આઇપીએલમાં પ્રવેશ સાથે જ ખિતાબ જીત્યો હતો. આઇપીએલ ર0ર3માં તે ઉપવિજેતા રહી હતી. હાર્દિક પંડયા છૂટો પડયા બાદ શુભમન ગિલને સુકાની બનાવાયો પરંતુ ર0ર4માં ટીમ સફળતાનું પુનરાવર્તન કરી શકી ન હતી.

ગુજરાત ટાઇટન્સને ફરી સફળતા માટે બેઠી કરવા યુવરાજ સિંહની પસંદગી કરવામાં આવી શકે છે. ટીમના માર્ગદર્શક પૂર્વ દક્ષિણ આફ્રિકી ઓપનર ગૈરી કસ્ટર્ને પણ ટીમ છોડી દીધી છે અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયા છે. હજૂ કંઈ ફાઇનલ નથી પરંતુ ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફમાં મોટા બદલાવની તૈયારીઓ શરૂ થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક