• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

નવેમ્બરમાં પેરાગ્લાઇડિંગ વર્લ્ડકપ ભારત મેજબાન 50 દેશના 130 સ્પર્ધક હિમાચલ આવશે

શિમલા, તા.રપ : ભારત આ વખતે પેરાગ્લાઇડિંગ વર્લ્ડકપનું મેજબાન બન્યું છે. રથી 9 નવેમ્બર દરમિયાન હિમાચલના કાંગડાના બીડ બિલિંગમાં તેનું આયોજન થશે જેમાં 40થી પ0 દેશના 130 જેટલા સ્પર્ધક ભાગ લેશે.

ગત વર્ષ અહીં જ યોજાયેલા પ્રી વર્લ્ડ કપ અને ક્રોસ કન્ટ્રી પ્રી વર્લ્ડ કપનાં આયોજનને ધ્યાને લઈ પેરાગ્લાઇડિંગ વર્લ્ડકપ એસોસિયેશનને ભારતમાં વર્લ્ડકપ યોજવા મંજૂરી આપી છે. ર7 દેશના 81 સ્પર્ધક રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. રાષ્ટ્રીય રેન્કિંગને આધારે 130 સ્પર્ધક ઉડાન ભરશે. વર્લ્ડકપ દરમિયાન એરિયલ સ્ટંટ, મેરેથોન, રાફ્ટિંગ અને એર શોનું પણ આયોજન થશે. હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યંy કે, પેરાગ્લાઇડિંગ વર્લ્ડકપનાં આયોજનથી રાજ્યને નવી ઓળખ અને પ્રવાસનને વેગ મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક